GSTV
Home » News » Photos: લગ્ન બાદ ઈશા અંબાણીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Photos: લગ્ન બાદ ઈશા અંબાણીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન વર્ષ 2018ના સૌથી મોટા લગ્ન હતાં. લગ્ન બાદ ઈશા અંબાણીએ પ્રથમ ફોટોશૂટ કરાવ્યું છે.

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 2018ના સૌથી મોટા લગ્ન હતાં. લગ્ન બાદ ઈશા અંબાણીએ પ્રથમ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ ઈશા અંબાણીએ વોગ મેગેઝીન માટે કરાવ્યું છે.

વોગ મેગેઝીન માટે કરાવવામાં આવેલા ફોટોશૂટમાં ઈશા અંબાણીનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ ફોટોશૂટની સાથે-સાથે ઈશા અંબાણીએ વોગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન અંગે પણ વાત કહી છે.

ઈશા અંબાણીએ કહ્યું, મેં ક્યારેય વિચાર્યુ નહોતુ કે લગ્ન કેવીરીતે થશે. હું લગ્નમાં વિદાય સમયે ખૂબ રોઇ હતી. મારી આજુબાજુમાં ઉભા રહેલા લોકો રોતા હતા. તેથી મને પણ રોવુ આવતુ હતું.

ઈશાએ આ ઈન્ટરવ્યૂમાં કહ્યું, હું જેન્ડરના આધારે ભેદભાવની વિરુદ્ધ છું. હું એવા માહોલમાં મોટી થઇ છું, જ્યાં મને લાગે છે કે મારો ભાઈ જે કઈ પણ કરી શકે છે, તે હું કરી શકુ છું.

ઈશાએ પોતાના અપકમિંગ પ્લાન અંગે પણ જણાવ્યું. ઈશાએ કહ્યું, મારું સપનુ છે કે મુંબઈમાં એક મ્યૂઝીયમ બનાવુ, જેમાં દુનિયાભરના લોકો આવે. તો ઈશાએ કહ્યું કે મને ગર્વ મહેસૂસ થાય છે, જ્યારે કોઈ કહે છે કે તમે પોતાના માતા-પિતાની વિરાસતને આગળ વધારી રહ્યાં છો.

ઈશા અંબાણીએ આ ઈન્ટરવ્યૂમાં પોતાના જન્મ સાથે જોડાયેલી એક વાત પણ કહીં. ઈશાએ કહ્યું, માતા નીતા અંબાણીનો ખોળો લગ્નના સાત વર્ષ બાદ પણ ભરાયો નહતો. તેમ છતાં IVF (in vitro fertilization) ટેકનિકની મદદથી તેનો અને ભાઈ આકાશનો જન્મ થયો હતો.

READ ALSO

Related posts

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah

કેડિલાના એક્ઝિક્યુટીવે પત્નીને ભરણ પોષણ ન ચુકવતા કોર્ટે ફટકારી જેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!