GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, જેનો હાથ પકડીને અનંત અંબાણીએ કરી ઇશાની એન્ગેજમેન્ટમાં એન્ટ્રી

21 સપ્ટેમ્બર ઈશા અંબાણી અને આનંદ પીરામલની ઈટલીમાં સગાઇ કરવામાં આવી. અહીં તેમની સગાઇનું ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યું. જેમાં અંબાણી અને પીરામલ પરિવારનાં નજીકનાં મહેમાનો સામેલ થયાં હતા. આ બધા વચ્ચે અનંત અંબાણી ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ફરીએકવાર તે રાધિકા સાથે જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની અફેરની ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં તે બંને સગાઈના બંધને પણ બંધાઈ તેવી ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે ઇશાની સગાઇમાં અનંત રાધિકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on

મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી એકાએક ચર્ચામાં આવી ગયો છે. તેનો એક ફોટો રાધિકા મર્ચન્ટ સાથે ફરી વાયરલ થયો છે. આ પછી એવી અફવા ઊડી છે કે તેણે સગાઈ કરી લીધી છે. થોડા સમય પહેલા પરિવાર સાથે જોડાયેલા કેટલાક લોકોનું કહેવું હતું કે આ ફક્ત અફવા છે, હકીકતમાં આવું કંઈ નથી. પરંતુ આજે નીતા અંબાણીના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર એક ફોટોથી કન્ફર્મ થઈ ગયું છે કે, રાધિકા અને અનંત એકબીજા સાથે અફેરમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on

એક પોસ્ટ વાયરલ થયા બાદ આ ચર્ચા શરૂ થઈ છે. બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ફેમિલી ફ્રેન્ડ છે. આ સિવાય તાજેતરમાં જ તે એક રેસ્ટોરાંની બહાર રાધિકા સાથે જોવા મળ્યો હતો. અંબાણી પરિવારના બંને સંતાનો આકાશ અને ઈશા અંબાણીના લગ્ન ડિસેમ્બરમાં થઈ શકે છે. આકાશ અને શ્લોકા, ઈશા અને આનંદ પીરામલની સગાઈ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitamambani) on

રાધિકા મર્ચન્ટ તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે ઈશાની સગાઈની પાર્ટીમાં તેણે અનંત સાથે ડાન્સ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈશા, શ્લોકા અને રાધિકા એક સાથે પદ્માવતના ઘુમર પર ડાન્સ કરી રહ્યા હતા.

કોણ છે રાધિકા મર્ચન્ટ …

રાધિકા અેનકોર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચેન્ટની દીકરી છે. રાધિકાએ સ્કૂલ મુંબઈમાંથી પૂરી કર્યા બાદ રાધિકા પોલિટિક્સ અને ઇકોનોમીમાં ન્યૂયોર્કની યુનિ.માંથી ગ્રેજ્યુઅેશન પૂરૂ કર્યું છે. રાધિકાની પશુઅોથી વધારે પ્રેમ છે. તે અેક અેનિમલ વેલફેર માટે પણ કામગીરી કરે છે. રાધિકાને વાંચવાનો અને સ્વીમીંગનો ભારે શોખ છે. રાધિકાની ખુદની કમાણી લગભગ 8 કરોડ રૂપિયા છે.

Related posts

રિલેશનશિપને બોરિંગ બનાવી દે છે આ 5 વાતો, સંબંધમાં આ રીતે લાવો નવી સુગંધ

Ankita Trada

જાણો ખુશ રહેવા માટે શું હોવું જોઈએ તમારું સ્ટેટસ, સિંગલ કે રિલેશનશિપ !

Ankita Trada

લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પહેલા આ સમસ્યાઓને કરી લો ક્લિઅર, ક્યારેય નહી થાય કોઈ સમસ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!