અંબાણી ઘેર આનંદઃ પિરામલ્સ પહોંચ્યા જાન લઈને ઍન્ટિલિયા, જુઓ તસવીરો અને વીડિયો

દેશના સૌથી અમિર ઉદ્યોગપતિમાંથી એક મુકેશ અંબાણી આજે પોતાની એકની એક અને લાડકી દિકરી ઈશા અંબાણીના લગ્ન કરાવવા જઈ રહ્યા છે. આ સમયે મુંબઈમાં સ્થિત અંબાણીના ઘર એટલે કે ઈન્ટીલિયા બિલ્ડીંગમાં વરઘોડાની રાહ જોવાઈ રહી છે.

પીરામલ પરિવાર ટૂંક સમયમાં વરઘોડો લઈને પહોંચશે અને લગ્નની વિધી શરૂ થશે.

પીરામલ પરિવાર હાલ વરઘોડો લઈને અંબાણીના ઘરે પહોંચી રહ્યો છે.

વરરાજા આનંદ પીરામલના ચહેરાને મીડિયા અને ફોટોગ્રાફર્સથી છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ઉદયપુરમાં ભવ્ય પ્રિ-વેડિંગ સેરેમની બાદ આજે મુંબઇ ખાતે ઇશા અંબાણી અને આનંદપિરામિલના લગ્ન યોજાયા છે. અંબાણી પરિવારના એન્ટિલિયા હાઉસ ખાતે ઇશા અને આનંદની લગ્ન સેરેમની યોજાઈ રહી છે.

મુકેશ અંબાણી પરિવારના પુત્રો આકાશ અને અનંત ઘોડા પર બેસીને વરઘોડાના સ્વાગત માટે આતુર છે.

લગ્ન બપોરે ત્રણ વાગ્યે થવાના હતા, પરંતુ હાલમાં તેમાં સમય લાગે તેમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે રાત્રેજ ઈશા અંબાણીની વિદાઈ થશે.

બિલ્ડિંગની બહાર સુરક્ષાની ખાસ ગોઠવણીઓ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ અને પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સ ઉપરાંત સુરક્ષા માટે ઇન્ટરનેશનલ સિક્યોરિટી એજન્સીઓની પણ મદદ લેવામાં આવી છે.

આનંદ પિરામિલ તેમના પરિવાર સાથે ફિલ્મી સ્ટાઇલમાં બરાત લઇને એન્ટિલા ખાતે પહોચ્યો હતો. તો શ્લોકા મહેતા, આકાશ અંબાણી અને અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટએ મંડપમાં આનંદનું સ્વાગત કર્યું હતુ. તો સિવાય અંબાણી પરિવારે ઇશાના લગ્નને લઇને ખાસ લડકીવાલે થીમ માટે ગોલ્ડન કલરનો ડ્રેસ કોડ રાખ્યો હતો. ઇશાના શાનદાર વેડિંગ માટે એન્ટિલા હાઉસને લાલ અને સફેદ રંગના ફુલો સાથે શણગારવામાં આવ્યો છે.

એન્ટિલિયાની ખાસ સજાવટ કરવામાં આવી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે જગમગતી લાઈટ્સ અને ફૂલોની સજાવટ એન્ટીલીયાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. ફૂલો અને લાઈટ્સની સજાવટ વચ્ચે દીવાની રોશનીના કારણે ખૂબ સુંદર દેખાઈ રહી છે. દીવાઓને યાલો અને ઓરેન્જ ફૂલોથી સજાવવામાં આવ્યા છે.

ઇશા અને આનંદની રોયલ વેડિંગમાં હાજરી આપવા બોલિવૂડના જાણીતા સ્ટાર્સ આવી પહોચ્યા હતા. અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, જયા બચ્ચન, નવ્યા નવેલી નંદા, આમિર ખાન તેમની પત્નિ કિરણ રાઓ સાથે અને બીજા બોલિવૂડના સ્ટાર્સ પણ શાહી શાદીને અટેન્ટ કરવા આવ્યા છે.

ધીમે ધીમે બોલીવૂડ સ્ટાર્સ પણ એન્ટિલિયા પહોંચ્યા. આમિર ખાન અને તેમના પત્ની કિરણ રાવ અંબાણીની ખુશીઓમાં સમાવેશ થવા પહોંચ્યા.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter