GSTV

Alert! હવે વીડિયો કોલ અને મીટિંગ એપ્સના વપરાશ પર ચૂકવવો પડશે ચાર્જ, કંપનીએ યુઝર્સને સેન્ડ કર્યો આ SMS

ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટિ ઓફ ઈંડિયાએ કહ્યુ છે કે, વીડિયો કોલિંગ દરમિયાન ગ્રાહકોને ISD ચાર્જના હિસાબથી પૈસા ચૂકવા પડી શકે છે. જો તમે પણ વીડિયો કોલ કરો છો તો, તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. એવામાં ગ્રાહકોને વીડિયો કોલિંગમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. ટેલિકોમ કંપનીઓએ કહ્યુ છે કે, જો કસ્ટમર જૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ, બ્લૂ જીન્સ, જિયો મીટ જેવી ઓનલાઈન વીડિયો કોલ અથવા મીટિંગ એપ માટે ટોલ ફ્રી નંબરનો ઉપયોગ નથી કરતા તો, તેનુ બિલ આંતરારાષ્ટ્રીય કોલિંગ દરના હિસાબથી આવી શકે છે.

ટેલિકોમ કંપનીઓને આવી રહ્યુ છે વધારે બિલ

ટ્રાઈના આદેશ બાદ ગ્રાહકોને SMS દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જણાવી રહી છે કે, આ એપ્સમાં ડાયલ-ઈન ફીચરનો ઉપયોગ કરવા પર ઈન્ટરનેશનલ નંબરો પર વીડિયો કોલ દરમિયાન આઈએસડી લાગશે. ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયા અને ટેલિકોમ કંપનીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં સતત વધારે બિલ આવવાની ફરીયાદ કરી છે. ત્યારબાદ ટ્રાઈએ SMS થકી એલર્ટ મોકલી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સબ્સક્રાઈબર ડાયલિંગ એટલે ISD શુલ્ક તે હોય છે જે આંતરરાષ્ટ્રીય કોલ કરવા પર લગાવવામાં આવે છે.

આ રીતે લાગે છે ISD ચાર્જ

જો કોઈ પોતાના લેપટોપ/ડેસ્કટોપથી લોગ ઈન કરે છે અને બિલ્ટ ઈન ઓડિયોનો ઉપયોગ કરે છે તો તે ઠીક છે, પરંતુ આ મોબાઈલ ફોનથી હોય છે તો આ શુલ્ક લાગી શકે છે. વીડિયો કોલમાં ISD ચાર્જથી બચવા માટે લેપટોપ અથવા ડેસ્કટોપ કોમ્પૂયટરનો વપરાશ કરવો જરૂરી છે અને સાથે જ બિલ્ટ-ઈન વીડિયોનો ઓપ્શન પણ પસંદ થશે. જો કોલો સ્માર્ટફોનથી કરવામાં આવે છે અને એક આંતરરાષ્ટ્રીય નંબર અથવા પ્રીમિયમ નંબર ડાયલ કરવામાં આવે છે, જ્યારે સ્માર્ટફોન એખ સેલુલર નેટવર્ક સાથે જોડાયેલ હોય છે તો ISD શુલ્ક જ લાગશે.

READ ALSO

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!