UIDAI એ બજારમાંથી બનાવેલા આધાર પીવીસી કાર્ડને અમાન્ય જાહેર કર્યું છે. UIDAI નું કહેવું છે કે, આધાર PVC કાર્ડસ ફક્ત તેમાંથી મંગાવેલા માન્ય છે. આ ઘણા સુરક્ષ ાયતથી સજ્જ છે અને સુરક્ષિત છે. બજારમાંથી બનેલા PVC આધાર કાર્ડ અસુરક્ષિત છે અને તેનો ઉપયોગ ન કરવો જોઈએ. UIDAI ના આ નિર્ણયથી દેશના લાખો લોકો માટે આધાર કાર્ડ અમાન્ય બની ગયા છે.

PVC આધાર કાર્ડ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે, જેના પર આધારકાર્ડની માહિતી છાપવામાં આવે છે. UIDAI ના જણાવ્યા મુજબ આ કાર્ડમાં સુરક્ષિત QR કોડ, હોલોગ્રામ, માઇક્રો ટેક્સ્ટ, ઇશ્યૂની તારીખ અને કાર્ડ્સ પ્રિન્ટ થયાની તારીખ અને અન્ય માહિતી આપેલી છે. એટીએમ, ઓફિસ આઇકાર્ડ અથવા ડેબિટ કાર્ડના સાઇઝનું હોવાને કારણે તેને ખિસ્સામાં અથવા પર્સમાં રાખવું સરળ બને છે. તેથી જ તે એકદમ લોકપ્રિય બન્યું છે.

માત્ર 50 રૂપિયામાં ઓનલાઇન ઓર્ડર કરો :
- યુઆઈડીએઆઈ પાસેથી પીવીસી આધાર કાર્ડ મંગાવવું ખૂબ સસ્તું છે.
- યુઆઈડીઆઈએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ માત્ર 50 રૂપિયા ચૂકવીને આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર આપી શકે છે.
- પીવીસી આધારકાર્ડ માટે તમારે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓર્ડર આપવો પડશે.
- સબમિશન બાદ તમને આધાર પીવીસી કાર્ડનો પ્રી-વ્યૂ જોવા મળશે.
- નીચે આપેલા પેમેન્ટના વિકલ્પ પર ક્લિક કરો.
- પેમેન્ટના વિકલ્પ પર ક્લિક કરતા તમારી સામે એક નવું પેઈજ ખુલશે.
- 50 રૂપિયા ફી અહીં જમા કરો.
- પેમેન્ટ જમા કરો કે તરત જ તમારા આધાર પીવીસી કાર્ડની ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
- પીવીસી આધાર કાર્ડ થોડા દિવસો પછી સ્પીડ પોસ્ટ વિભાગ દ્વારા તમારા ઘરે પહોંચશે.
Read Also
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ