ઇઝરાયલના એક ફર્મ દ્વારા બનાવવામાં આવેલુ પેગાસસ સ્પાઇવેર ફરી એકવાર ચર્ચામાં છે. ભારતમાં લોકોએ છેલ્લા આ સ્પાયવેર વિશે વર્ષ 2019માં સાંભળ્યું હતુ. જ્યારે કેટલાંક Whatsapp યુઝર્સને મેસેજ મળ્યો હતો કે પેગાસસે તેમના ફોનને હેક કરી લીધો છે. આ સ્પાયવેરનો શિકાર બનનાપા લોકોમાં ઘણા પત્રકાર અને કાર્યકર્તાઓ સામેલ હતાં. દુનિયાભરની સરકારે આ સ્પાયવેરનો ખૂબ ઉપયોગ કરે છે. અવારનવાર એવી ખબરો આવે છે કે તેની મદદથી ઘણા લોકોના ફોન હેક કરવામાં આવ્યા. લોકો તે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે આખરે આ પેગાસસ સ્પાયવેર શું છે અને કેવી રીતે લોકોના ફોન અને Whatsappને હેક કરે છે.
શું છે પેગાસસ?
પેગાસસ ઇઝરાયલની કંપની NSO Group દ્વારા વિકસિત એક સ્પાયવેર છે. તે પહેલીવાર 2016માં ચર્ચામાં આવ્યું હતું, જ્યારે એક અરબ કાર્યકર્તાને એક શંકાસ્પદ મેસેજ મળ્યો હતો. માનવામાં આવે છે કે પેગાસસ સ્પાયવેર iPhone યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યું હતું. Appleએ ત્યારે iOSનું અપડેટે વર્ઝન રિલિઝ કર્યુ હતું. જેણે કથિતરૂપે સુરક્ષાની ખામીઓ દૂર કરી દીધી હતી. જો કે એક વર્ષ બાદ વિશેષજ્ઞોએ કહ્યું કે આ સ્પાયવેર એન્ડ્રોઇડ ફોનને પણ પ્રભાવિત કરી શકે છે.

શા કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યું પેગાસસ?
આ સ્પાયવેરને “સૌથી જટિલ” ફોન હેકિંગ ટૂલ કહેવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ઘણીવાર કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે એનએસઓ ગ્રુપે પેગાસસના અસ્તિત્વની પુષ્ટિ કરી છે. જો કે ઇઝરાયલી કંપનીએ તેમ પણ કહ્યું કે તે ફક્ત સરકારોને ડિવાઇસ વેચે છે અને તેના દુરુપયોગ માટે જવાબદાર નથી. ચોંકાવનારી વાત એ છે કે આ સ્પાયવેરથી ફોન હેક થયા બાદ યુઝરને જાણ પણ નથી થતી. તે તમારા ડિવાઇસને હેક કરે છે અને Whatsapp સહિત તમામ એપ્સ વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

આ તમારા ફોનને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે?
જો તમારા ફોન પર આ સ્પાયવેર દ્વારા એટેક કરવામાં આવ્યો છે તે તે તમારા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટને પણ એક્સેસ કરી શકે છે. રિસર્ચ અનુસાર પેગાસસ તમારા મેસેજ જોઇ શકે છે. તમારા કૉલને ટ્રેક કરી શકે છે અને ત્યાં સુધી કે યુઝર્સની એપ એક્ટિવિટીને પણ ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત તે તમારા લોકેશન અને વીડિયો કેમેરાના ડેટાને પણ પ્રભાવિત કરી શકે છે.
આ સ્પાયવેરથી કેવી રીતે બચશો
જો કે આ સ્પાયવેર ખૂબ જ જટિલ છે, પરંતુ ઘણી કંપનીઓએ એપ્સ અને ફોનની ઉચ્ચ સ્તરીય સુરક્ષા કરી છે. જો તમે તમારા iPhone કે Androidમાં એપ્સના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હોય તો તમારો ફોન હેક થવાની શક્યતા ઓછી હોય છે. સમયે સમયે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષા તપાસતા રહો અને જરૂરી પગલા લો. જો તમારા ફોન પર કોઇ શંકાસ્પદ મેસેજ કે લિંક આવે તો તેના પર ક્લિક ન કરો.
પેગાસસ WhatsAppને પણ કરી લે છે હેક
NSO Group પુષ્ટિ કરી છે કે Pegasus ઓફ્ટવેર છે. ઇઝરાઇલી કંપનીએ કહ્યું છે કે તે આ સાધન ફક્ત સરકારને વેચે છે અને તેના દુરૂપયોગ માટે જવાબદાર નથી. ફોન હેક કરીને યુઝર્સને એ પણ ખબર હોતી નથી કે તેમનો ફોન હેક થઈ ગયો છે. આ કારણોસર તેનો ઉપયોગ થાય છે.
એકવાર હેકરોએ હેકિંગ ફોનને ટાર્ગેટ કર્યા પછી, તેઓ તેને malicious વેબસાઇટની લિંક મોકલી દે છે. જો વપરાશકર્તાઓ તેના પર ક્લિક કરે છે, તો પછી તેમના ફોનમાં Pegasus ઇન્સ્ટોલ થઇ જાય છે. તે વોટ્સએપ વોઇસ કોલ દ્વારા ઘણી વખત ઇન્સ્ટોલ પણ કરવામાં આવે છે. તે એટલું એડવાન્સ સોફ્ટવેર છે કે તે ફક્ત મિસકોલ દ્વારા પણ ટાર્ગેટ ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.

એકવાર ફોન પર ઇન્સ્ટોલ થઈ જાય, પછી તે તેનું કાર્ય શરૂ કરે છે. આ કોલ લોગ હિસ્ટ્રીને ડીલીટ કરી છે છે. આને કારણે યુઝરને મિસ કોલ વિશે પણ ખબર હોતી નથી. તે ફોન પર સંપૂર્ણ નજર રાખી શકે છે. તે વોટ્સએપ એન્ક્રિપ્ટેડ ચેટ્સ વાંચવા યોગ્ય પણ બનાવે છે. વપરાશકર્તાઓના મેસેજો વાંચવા સિવાય તે કોલ્સને ટ્રેક કરી શકે છે વપરાશકર્તા પ્રવૃત્તિને ટ્રેક કરી શકે છે.
સુરક્ષા સંશોધનકર્તાના જણાવ્યા મુજબ, Pegasus લોકેશન ડેટા, ફોનના વિડિયો કેમેરાની એક્સેસ અને માઇક્રોફોનને પણ લે છે. આની મદદથી, તે કોઈની વાતચીત સરળતાથી સાંભળી શકે છે. આ બ્રાઉઝર ઇતિહાસ, સંપર્ક વિગતો, મેઇલ, સ્ક્રીનશોટ લેવા માટે પણ સક્ષમ છે.

આ એક અલ્ટીમેટ સર્વેલન્સ ટૂલ છે. જો કોઈ સરકાર કોઈની ઉપર નજર રાખવા માંગે છે, તો તે Pegasus તરફ જઈ શકે છે. આ એક ખૂબ જ સ્માર્ટ અને અદ્યતન સર્વેલન્સ સોફ્ટવેર છે. જો એનું સર્વર કમાન્ડ અને કન્ટ્રોલ સારવાર સર્વર સાથે 60 દિવસ સુધી થઇ શકે નહિ અથવા જો તે વિચારે છે કે તે ખોટા ઉપકરણ પર સ્થાપિત થયેલ છે, તો તે પોતાને નાશ કરે છે.
ચાલો તમને જણાવી દઈએ કે Pegasus ખૂબ ખર્ચાળ સોફ્ટવેર છે. તેની કિંમત કરોડો ડોલર છે. કંપનીએ કહ્યું છે કે તે સરકારને જ સોફ્ટવેર વેચે છે. Pegasusનો વ્યાપક ઉપયોગ નહિ કરી શકે. આ કારણે સામાન્ય માણસએ તેનાથી ડરવાની જરૂર નથી.
ઈઝરાયલની સાઈબર સુરક્ષા કંપનીએ મોદી સરકારનો કર્યો બચાવ
એક અખબારે દાવો કર્યો છે કે, ભારત સરકારે કેટલાંય પત્રકારો, નેતાઓની જાસુસી કરાવી છે. તેમને દાવો કર્યો કે, 40થી વધુ પત્રકારોના ફોન હેક કરાવ્યા છે. કેટલાંય મોબાઈલ ફોનની ફોરેન્સિક જાંચ થતા આ દાવો કરાયો છે. આ ઉપરાંત, ધ વોશિંગ્ટન પોસ્ટ સમેત 17 ન્યુઝ વેબસાઈટમાં ધ પેગાસસ પ્રોજેક્ટ નામથી આવો રીપોર્ટ પ્રકાશિત થયો છે. જેમાં ભારત જ નહિ દુનિયાના અનેક લોકોના ફોન હેક થયાનો દાવો કરાયો છે.

જોકે ઈઝરાયલની સાઈબર સુરક્ષા કંપની એનએસઓ દ્વારા તૈયાર કરાયેલ પેગાસસ સ્પાઈવેર ભારતમાં ફરી ચર્ચામાં છે. વાસ્તવમાં પેગાસસ થકી ભારતમાં ઘણા પત્રકારો અને જાણીતી હસ્તીઓના ફોનની જાસૂસી કરવામા આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે એનએસઓ ગ્રૂપે આ મામલે જવાબ આપતા કહ્યું કે,‘આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે.’
પેગાસસનો ભારત સરકારે ઉપયોગ કર્યો કે નહીં તે સવાલ અંગે એનએસઓ ગ્રૂપે કહ્યું કે,‘અમે અમારા ક્લાઈન્ટ્સ વિશે જણાવી શકીએ નહીં. જે દેશોમાં અમે પેગાસસ વેચીએ છીએ, તેમની યાદી ગુપ્ત રાખવામા આવે છે. અમે અમારા વિશેષ ક્લાઈન્ટ્સ વિશે ના કહી શકીએ. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે જે યાદી જાહેર કરાઈ છે તે ખોટી છે, તેમાંથી ઘણા તો અમારા ક્લાઈન્ટ છે જ નહીં.
અમે માત્ર સરકાર અને સરકારની ગુપ્તચર એજન્સીઓને સોફ્ટવેર વેચીએ છીએ. કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાનો ભંગ કરાતો નથી. અમારી પાસે કોઈ સર્વર નથી જેથી કોઈનો ડેટા સંગ્રહ કરવાનો સવાલ જ નથી થતો. પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કોઈનો જીવ બચાવવા કે દેશની રક્ષા માટે કરાય છે, તેનો ઉપયોગ કોઈની જાસૂસી કે ફોન કોલ સાંભળવા નથી કરાતો.’
Read Also
- જાદુ તો તમને અમેઠીની જનતાએ બતાવ્યો હતો, આવું કેમ બોલ્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
- Health Tips/ ગાયનેકોલોજીસ્ટ પાસે જતા પહેલા જાણી લો આ બાબત, નહિ તો થઇ શકે છે પરેશાની
- Dell અને Zoom બાદ હવે eBay પણ લોકોને ‘છોડી’ દેશે, આટલા કર્મચારીઓનો રોજગાર છીનવાશે
- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલાશે? ભાજપ સાંસદે પીએમ, અમિત શાહ અને સીએમ યોગીને લખ્યો પત્ર
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ