GSTV

ચેતજો! ચેક કરી લો ક્યાંક તમારુ FASTag નકલી તો નથી? નહીતર ટોલ પ્લાઝા પર અટકી જશે તમારી ગાડી

Last Updated on February 16, 2021 by Ankita Trada

સરકાર સિસ્ટમને સારી કરવા માટે જેમ જ કોઈ નિયમ બનાવે છે, તેમાં ગોટાળો કરી ફાયદો ઉઠાવનાર લોકો પણ તરત જ ઊભા થઈ જાય છે. નેશનલ હાઈવે અથોરિટીએ ફાસ્ટેગને લઈને લોકોને ચેતવ્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 15 ફેબ્રુઆરીની અડધી રાતથી જ FASTag ને આખા દેશમાં ફરજિયાત કરી દીધુ છે. નિયમ પ્રમાણે FASTag વગરની લાઈનમાં તમે FASTag વગર પસાર થઈ શકશો નહી. પહેલા ટોલ પ્લાઝા પર એક લાઈન કેશ કાઉન્ટર જ રહેતું હતુ. જેને અડધી રાતથી ખત્મ કરી દેવામાં આવ્યું છે. આખો મતલબ છે કે, FASTag વગર તમારી સફર ઘણી મોંઘી થશે અને સમસ્યા પણ ઉત્પન્ન થશે.

દગાખોર વેચી રહ્યા છે FASTag

FASTagને લઈને NHAI એ લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે, કેટલાક દગાખોર નકલી FASTag વેચી રહ્યા છે. જે જોવામાં બિલકુલ NHAI/IHMCLના ફાસ્ટેગ જેવા લાગે છે. આ નકલી FASTag ટોલ પ્લાઝા પર કામ કરશે નહી, તેનાથી તમે ટોલ પ્લાઝાને પાર કરી શકશો નહી.

fastag

માત્ર અહીંયાથી ખરીદો FASTag

યૂઝર્સને આવા દગાખોરોથી બચવું જોઈએ. અસલી FASTag ખરીદવા માટે www.ihmcl.co.in પર જાવ અથવા MyFastag App નો વપરાશ કરો. તે સિવાય યૂઝર્સ લિસ્ટેડ બેન્ક અને ઓથરાઈજ્ડ POS (પોઈન્ટ ઓફ સેલ) એજન્ટ્સને પણ FASTag ને ખરીદી શકો છો. આ બેન્કની વેબસાઈટ્સથી પણ ખરીદી શકો છો જેની જાણકારી IHMCL ની વેબસાઈટ પર આપવામાં આવી છે.

નકલી FASTagની અહીંયા ફરીયાદ કરો

અથોરિટીએ લોકોને ચેતવ્યા છે કે, આ પ્રકારા દગાખોરોથી FASTag ઓર્ડર કરનારાઓથી બચો. આવી કોઈપણ ગતિવિધિની જાણકારી મળે તો NHAI ની હેલ્પલાઈન નંબર 1033 પર ફોન કરો અથવા [email protected] પર લખો.

ક્યાંથી અને કેવી રીતે ખરીદશો FASTag

FASTag લેવાની ઘણી રીત છે. આખા દેશમાં લગભગ 23 સત્તાવાર બેન્ક અને 30 હજારથી વધુ Pos મશીન થકી FASTag ખરીદી શકાય છે. આ કામ ઓનલાઈન પણ કરવામાં આવી શકે છે. કોઈપણ સત્તાવાર બેન્કની વેબસાઈટ પર વિજિટ કરો અને FASTag સંબંધી એપ્લિકેશન ફોર્મમાં માગવામાં આવેલી જાણકારી આપો. ત્યારબાદ પેમેન્ટ કરવાનું છે અને બેન્ક તમારા એડ્રેસ પર તેને મોકલી દેશે. તે માટે તમારે કેટલાક દસ્તાવેજ આપવાના હોય છે. જેમ કે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને KYC માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ. કાર, જીપ, વેન અને ટાટા એસ માટે FASTag ની કિંમત 400 રૂપિયા છે. જેમાં સિક્યોરિટી ડિપોઝિટ 200 રૂપિયા છે. FASTag ઇસ્યુ કરવાની ફી 100 રૂપિયા છે.

આ બેન્ક પાસેથી ખરીદો FASTag

  • ICICI બેન્ક (Customer care 1800 210 0104)
  • Axis બેન્ક (Customer care 1800 419 8585)
  • IDFC બેન્ક (Customer care 1800 266 9970)
  • SBI બેન્ક (Customer care 1800 110 018)
  • Equitas
  • પંજાબ નેશનલ બેન્ક
  • Syndicate બેન્ક
  • Paytm
  • Karur Vyasa Bank
  • HDFC બેન્ક

READ ALSO

Related posts

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!