GSTV

શું વોટ્સએપ બંધ થવા જઈ રહ્યું છે ! વાંચી લો નહીંતર પસ્તાશો

Last Updated on February 6, 2020 by Mayur

આ હેડિંગ વાંચીને જ તમે આ લખાણ આખું વાંચવા તરફ દોરવાયા, સાચુંને ? ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સ પર અને વોટ્સએપ સુદ્ધામાં આવા મેસેજ વારંવાર ફરતા રહે છે. વોટ્સએપનો હવે દાદા-દાદી પણ જબરો ઉપયોગ કરવા લાગ્યા છે તેથી તેને લગતા કોઈ પણ સમાચાર તરફ સૌનું તરત ધ્યાન ખેંચાય છે. એમાંય વોટ્સએપ બંધ થવાની વાત હોય તો તો કંઈકના જીવ ઊંચા થઈ જાય!

વાસ્તવમાં વોટ્સએપ કે બીજી કોઈ પણ એપમાં થોડા થોડા સમયે નવી સુવિધાઓ ઉમેરાતી હોય એટલે એપ્સ બનાવતી કંપની લેટેસ્ટ ઓપરેટિંગ સુવિધા ધરાવતા ફોન પર વધુ ધ્યાન આપવા માટે, જૂની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોનને સપોર્ટ કરવાનું બંધ કરતી હોય છે.

જેમ કે હાલની સ્થિતિમાં વોટ્સએપ એન્ડ્રોઇડના ૪.૦૩ અને ત્યાર પછીના તથા આઇઓએસના નવમા વર્ઝન અને ત્યાર પછીના વર્ઝન ધરાવતા ફોનમાં ચાલી શકે છે. ફેબ્રુઆરી ૧, ૨૦૨૦થી એન્ડ્રોઇડ ૨.૩.૭ અને તેનાથી જૂના તથા આઇઓએસમાં ૮ થી જૂના વર્ઝનમાં વોટ્સએપ ચાલશે નહીં.

તમારી પાસે આટલા જૂના ફોન હોવાની શક્યતા નહીંવત છે એટલે હૈયે ધરપત રાખશો – તમારા ફોનમાં વોટ્સએપ બંધ થશે નહીં. તમારા ફોનમાં એન્ડ્રોઇડનું કયું વર્ઝન છે એ જાણવું હોય તો ફોનના સેટિંગ્સમાં, એબાઉટ ફોન સેક્શનમાં જાઓ. ત્યાં સિસ્ટમમાં, એબાઉટ ફોનમાં આ વિગત જાણવા મળશે. બીજી વાત, વોટ્સએપમાં આવા, માનવા મુશ્કેલ હોય તેવા કોઈ પણ મેસેજની સાચી હકીકત જ્યાં સુધી તમે જાણતા ન હો ત્યાં સુધી તેને ફોરવર્ડ કરશો નહીં. અત્યારે આ ફોજદારી ગુનો તો નથી, પણ સામાજિક ગુનો જરૂર છે!

READ ALSO

Related posts

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!