જસદણની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર પર સસ્પેન્સ હોવાનું આ છે કારણ?

જસદણના જંગમાં કૉંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર નહીં કરીને ભારે સસ્પેન્સ રાખ્યું છે. અને અંતિમ ક્ષણ સુધી સસ્પેન્સ રાખવા માંગે છે. કોંગ્રેસે 9 ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યાં છે. અને રણનીતિના ભાગરૂપે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તમામ 9 ઉમેદવારોના ફોર્મ લઈને પ્રદેશ કાર્યલાય પહોંચ્યા હતાં. તેમણે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ સાથે કાયદાકીય પ્રક્રિયા અંગે ચર્ચા કરી. ત્યારે હવે દિલ્હી હાઈકમાન્ડથી કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે. જોકે કોંગ્રેસ તેના ઉમેદવારની જાહેરાત ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ ક્ષણોમાં કરશે. અને જે કોઈ ઉમેદવાર જાહેર કરાશે તે ત્રીજી ડિસેમ્બર સોમવારે બપોરે 12.30 વાગ્યે ઉમેદવારી પત્ર ભરશે.

ત્રીજી ડિસેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે આ બે દિવસ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી નેતાઓએ જસદણમાં ધામા નાંખ્યા છે. કોંગ્રેસની આ રણનીતી પરથી એવું અનુમાન કરી શકાય છે કે કોંગ્રેસ ભાજપ દ્વારા ઉમેદવારને રાજ્યસભાની ચૂંટણી અગાઉ જે રીતે પક્ષમાં સમાવી લેવામાં આવ્યા હતાં તેવું જસદણના જંગમાં ના બને તેની તકેદારી રાખી છે. ઉમેદવાર જાહેર કરી દેવાય તો પક્ષપલટો થશે અને નારાજ ઉમેદવારો અપક્ષ લડશે તેવો કોંગ્રેસને એવો ડર છે. ત્યારે કોંગ્રેસે તેના ઉમેદવાર અંગે ભારે સસ્પેન્સ રાખ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter