GSTV
Home » News » શું ભણવાની કોઈ ઉંમર હોય ના, જિંદગી માનવીને કંઈક ને કંઈક શીખવાડતી હોય છે…

શું ભણવાની કોઈ ઉંમર હોય ના, જિંદગી માનવીને કંઈક ને કંઈક શીખવાડતી હોય છે…

ભારતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એ વાત સિધ્ધ થઈ છે કે ભણતરની કોઈ ઉંમર હોતી નથી. જેમાં ભારતનાં પંજાબ રાજ્યના હોશિયારપુરના સોહન સિંહ ગિલે 83 વર્ષની વયે એમ એ વિથ ઈંગ્લિશની માસ્ટર ડિગ્રી મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.તેમણે અમૃતસરથી 1957-58માં બીએ કર્યુ હતુ. ત્યાર પછી પૂર્વ આફ્રિકી દેશ કેન્યામાં શિક્ષક તરીકે 33 વર્ષ કામ કર્યા બાદ તેઓ ભારત પાછા કર્યા હતા.

1957-58માં બીએ કર્યુ

જ્યારે તેમણે પંજાબની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી મેળવી અને તેમણે પોતાનું 61 વર્ષ જુનુ સ્વપ્ન પુરુ કર્યુ છે. અને તેઓ કેન્યામાં હોકી અમ્પાયર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

માસ્ટર ડિગ્રી મેળવી અને તેમણે પોતાનું 61 વર્ષ જુનુ સ્વપ્ન કર્યું પૂર્ણ

જ્યારે સોહનસિંહનો પુત્ર અમેરિકામાં રહે છે. ત્યારે તેમના પુત્ર અને પત્નીએ પણ તેમને અભ્યાસ કરવા માટે ખૂબ હિંમત આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વસ્થ જીવન શૈલી અને પોઝિટિવ થિન્કિંગના કારણે આગળ વધવામાં મદદ મળી છે. ત્યારે હું હવે બાળકો માટે પુસ્તકો લખવા માંગુ છું.

READ ALSO

Related posts

સોનભદ્ર જિલ્લામાં આશરે 3000 હજાર ટન સોનું હોવાનું કોઇ અનુમાન નથી લગાવ્યું, GSI એ આ દાવાને નકાર્યો

pratik shah

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!