GSTV

શું તમે જાણો છો યુઝર્સને ફસાવવાનો હેકર્સ માટે છે એક ટૂંકો રસ્તો છે ? ચકાસણી કરવાના જાણો વિવિધ ઉપાય

કોરોના વાયરસને કારણે આખી દુનિયાનાં બધાં કામકાજ ખોરવાઈ પડ્યાં છે, ત્યારે હેકર્સનો ધંધો પૂરબહારમાં ખીલ્યો છે! હમણાં બહાર આવેલી વિગતો મુજબ, હેકર્સ આપણને ગૂગલ ડ્રાઇવ કે માઇક્રોસોફ્ટની સર્વિસમાં ફોર્મ બનાવીને તેની લિંક મોકલે છે. દેખીતું છે કે, આ ફોર્મ ગૂગલ કે માઇક્રોસોફ્ટની સર્વિસનો ઉપયોગ કરીને બનાવેલું હોવાથી તેની લિંક પણ જેન્યુઇન હોય, પરંતુ ફોર્મમાં કોઈ ને કોઈ બહાને આપણી માહિતી પૂછવામાં આવે કે, પાસવર્ડ સેરવવાની કોશિશ કરવામાં આવે. જેન્યુઇન સર્વિસ પર બનેલા ફોર્મમાં સ્પષ્ટ રીતે લખેલું હોય છે કે ફોર્મમાં તમારો કોઈ પાસવર્ડ શેર કરશો નહીં. તેમ છતાં, લોકો કરી બેસે છે! અથવા, ફોર્મમાંથી બીજી સાઇટ પર લઈ જવામાં આવે અને ત્યાં પાસવર્ડ ચોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમારા પીસી કે સ્માર્ટફોનમાં આ રીતે માહિતી ચોરવાના પ્રયાસથી બચવાનો અને તમારા સાધનને વાઇરસથી સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે – કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં પૂરે પૂરો વિચાર કરવો.

લિંક્સના પ્રકાર સમજીએ

ઇન્ટરનેટનું આખું જગત લિંક્સ પર ચાલે છે અને આવી લિંક્સ આપણને જુદી જુદી વેબસાઇટ્સ ઉપરાંત ફેસબુક, ટવીટર જેવી સાઇટ, વોટ્સએપ, મેસેન્જર જેવી મેસેજિંગ એપ અને ઈ-મેઇલ વગેરેમાં મળતી રહે છે.

લિંક મુખ્યત્વે ત્રણ સ્વરૂપે આપણને મળે

 • કોઈ પણ વેબપેજની આખેઆખી લિંક કોપી-પેસ્ટ કરવામાં આવી હોય.
 • સામાન્ય શબ્દો હોય (જેમ કે ‘જુઓ આ લેખ’) અને તેને કોઈ વેબપેજની લિંક આપવામાં આવી હોય.
 • કોઈ યુઆરએલ શોર્ટનર સર્વિસની મદદથી લિંક ટૂંકાવી નાખવામાં આવી હોય.

વેબસાઇટનો હોવાનો ભ્રમ

પહેલા પ્રકારની લિંકમાં ખાસ કશું ટેન્શન નથી કેમ કે એવી લિંકમાં, આપણે કયા વેબપેજ પર જઈશું તે આપણે પોતે ત્યાં ને ત્યાં, ક્લિક કર્યા વિના જોઈ શકીએ છીએ. ફક્ત આપણે વિવિધ વેબપેજનાં યુઆરએલ કેવી રીતે તૈયાર થતાં હોય છે એ બરાબર સમજવું જોઈએ. યુઆરએલમાં સબડોમેઇન વિશે સરેરાશ લોકો પૂરતી સમજ ન ધરાવતા હોવાથી હેકર્સ તેનો લાભ લે છે. તેઓ સબડોમેઇનનો ગૂંચવાડો ઊભો કરીને લિંક જાણીતી વેબસાઇટનો હોવાનો ભ્રમ ઊભો કરે છે. જેમ કે google.com કે drive.google.com એ ગૂગલનાં પોતાનાં અને કાયદેસરનાં ડોમેઇન છે, પણ google.com.xyz.com કે drive-google.com ને ગૂગલનાં ડોમેઇન માની શકાય નહીં.

‘વધુ જાણો’

બીજા પ્રકારની લિંકમાં, ફક્ત એટલું લખ્યું હોય કે ‘વધુ જાણો’ અને આ શબ્દોને તેને મૂળ પેજની લિંક આપવામાં આવી હોય.
આપણે પીસી પર હોઈએ તો લિંકવાળા શબ્દો પર માઉસ લઈ જતાં એ બ્રાઉઝર વિન્ડોમાં છેક નીચે એ લિંકનું આખું યુઆરએલ (વેબ એડ્રેસ) જોઈ શકાય. સ્માર્ટફોનની વાત કરીએ તો તેના બ્રાઉઝરમાં કોઈ લિંકને પ્રેસ કરી રાખવાથી તેનું આખું એડ્રેસ જોઈ શકાય છે, પણ ઘણી એપ્સમાં આવી સગવડ મળતી નથી.

ટૂંકાં કરેલાં યુઆરએલ

લિંકના ત્રીજા પ્રકારમાં થોડી મુશ્કેલી છે. આવી લિંકમાં, ટાઇની યુઆરએલ, બિટલી વગેરે વિવિધ સર્વિસની મદદથી લાંબા યુઆરએલને એકદમ નાનું બનાવી દેવામાં આવ્યું હોય છે (અગાઉ ગૂગલે પણ યુઆરએલ ટૂંકાવવાની સર્વિસ આવી હતી).આવું શોર્ટન્ડ યુઆરએલ પોતે લિંક જ હોવાથી, તેના પર માઉસ લઈ જઈએ તો પણ બ્રાઉઝરમાં નીચે એ જ લિંક દેખાય, આખું વેબ એડ્રેસ નહીં!

સોશિયલ સાઇટ્સ પર હવે આવા શોર્ટન્ડ યુઆરએલ્સની જ ભરમાર હોય છે

 • ઘણી વાર વેબપેજના યુઆરએલમાં ઇંગ્લિશ સિવાયની ભાષાના શબ્દો હોય તો તેને વોટ્સએપ જેવી સર્વિસમાં શેર કરવામાં આવે ત્યારે તે કારણસર કે બીજા કારણોસર આખું યુઆરએલ બહુ લાંબુંલચક બની જતું હોય છે, આ કારણે પણ યુઆરએલ ટૂંકાવી આપતી સર્વિસની મદદ લેવામાં આવે છે
 • હવે પ્રશ્ન એ રહ્યો કે આવી ટૂંકી લિંક જ્યારે જોવામાં આવે ત્યારે તેને ક્લિક કરવામાં સલામતી છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું? તેના બે-ત્રણ ઉપાય છે.

શોર્ટકટ્સ જાણી લો

જો તમારે વારંવાર શોર્ટન્ડ યુઆરએલનો સામનો કરવાનો થતો હોય, તો કેટલાક શોર્ટકટ યાદ રાખી લો. ટાઇની યુઆરએલ, બિટલી વગેરે જુદી જુદી સર્વિસ માટે આ શોર્ટકટ જુદા જુદા છે.જેમ કે ટાઇની યુઆરએલ કોપી કરી, નવી ટેબમાં પેસ્ટ કરીને તેમાં આગળ preview ઉમેરી દો, તો પહેલાં તેનું આખું એડ્રેસ દર્શાવતું પેજ ખૂલે. બિટલી માટે શોર્ટન્ડ યુઆરએલમાં છેડે પ્લસ (+) ઉમેરવાથી આવી સગવડ મળે. ટૂંકાવેલું યુઆરએલ કઈ સર્વિસની મદદથી ટૂંકાવવામાં આવ્યું છે એ જાણવું તો સહેલું છે. શોર્ટન્ડ યુઆરએલમાં આવી જે તે સર્વિસના ટૂંકાક્ષરો હોય છે.

વેબસર્વિસનો લાભ લો

 • જો જુદી જુદી સર્વિસ માટે આવા શોર્ટકટ યાદ રાખવાની કડાકૂટ ન કરવી હોય તો તમે http://www.getlinkinfo.com જેવી વેબસર્વિસનો પણ લાભ લઈ શકો.
 • તમે મળેલું ટૂંકું યુઆરએલ કોપી કરીને આ સાઇટ પર પેસ્ટ કરો એટલે તેનું આખું એડ્રેસ તથા એ સાઇટ સલામત છે કે નહીં વગેરે બધી માહિતી જોવા મળે. આવી જ બીજી એક સાઇટ https://unshorten.it/ પણ છે.
 • આવી સાઇટ પર કોપી-પેસ્ટની કસરત ન કરવી હોય તો તમે પીસીના ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં, આ સર્વિસનું અનશોર્ટન.ઇટ! (Unshorten.It!) નામનું એક્સટેન્શન ઉમેરી શકો છો.
 • આનો ફાયદો છે કે એક વાર બ્રાઉઝરમાં આ એક્સટેન્શન ઉમેર્યા પછી, જ્યારે પણ કોઈ શોર્ટન્ડ લિંક દેખાય અને તમારે તેને ચેક કરવી હોય તો તેના પર માઉસથી ક્લિક કરી, જે મેનુ ખૂલે તેમાં અનશોર્ટન ઇટ પર ક્લિક કરો. એક નવી ટેબમાં, એ લિંકનું આખું એડ્રેસ અને તે સલામત છે કે નહીં તે જોવા મળશે!
 • એન્ડ્રોઇડમાં આ પ્રકારની સુવિધા માટે તમે યુઆરએલ મેનેજર નામની એપ અને આઇઓએસમાં યુઆરએલ એક્સ-રે એપનો ઉપયોગ કરી શકાય છે. આ એપ બીજી પણ ઘણી સુવિધાઓ આપે છે.
 • આ બધું તમને ભેજામારી જેવું લાગશે અને બધી જ સાઇટ પરની લિંક્સ તપાસવી જરૂરી નથી, પણ આ બાબતો સમજી લેવી, સલામતી માટે અનિવાર્ય છે!

READ ALSO

Related posts

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!