GSTV
Home » News » શું કેન્દ્રનો ગુજરાતને અન્યાય, રાહત પેકેજનાં નામે મજાક? ૧૭૦૦ કરોડની ગ્રાન્ટની માગી હતી….

શું કેન્દ્રનો ગુજરાતને અન્યાય, રાહત પેકેજનાં નામે મજાક? ૧૭૦૦ કરોડની ગ્રાન્ટની માગી હતી….

કેન્દ્ર સરકાર દ્વારા આજે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતને ખુબ ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય રાજ્યો કે જ્યાં કોંગ્રેસની કે અન્ય પક્ષની સરકાર છે. ત્યાં કેન્દ્રએ તિજોરી ખોલી દીધી છે. ગુજરાતે ૧૭૦૦ કરોડ જેટલી ગ્રાન્ટની માંગ કરી હતી. પરંતુ કેન્દ્ર દ્વારા માત્ર સવા સો કરોડ જેટલીજ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યા હતા જેનો વળતો પ્રહાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની પેટા ચુંટણીમાં ભાજપ મળેલા વિજયને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

ચોમાસુ નબળું રહેતાં રાજ્ય સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. રાજ્ય સરકારે આ માટે રૂ.1725 કરોડની માગ કરી હતી.પરંતુ કેન્દ્ર સરકારે 127 કરોડ ફાળવ્યા છે. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે કહ્યું કે બફર સ્ટોકમાંથી 50 ટકા રિઝર્વ રાખીને ફંડનો ઉપયોગ અછતગ્રસ્તમાં કરવામાં આવશે. 1155 કરોડનું ફંડ પડ્યું છે. બીજા 127 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવવા જાહેરાત કરી છે. ત્યારે બફર સ્ટોકના નિયમ મુજબ નાણા વાપરવામાં આવશે. 45 તાલુકામાં ઇનપુટ સહાય આપનો નિર્ણય સરકાર કર્યો છે અને સરકાર ખર્ચ કાઢશે.

READ ALSO

Related posts

18 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, આર્ટિકલ 370ને રદ્દ કર્યા બાદ હવે મોદી સરકારની નજર આ બે અધ્યાદેશો પર

Mayur

તેજસ ટ્રેન શરૂ થયાના થોડા જ સમયમાં ટ્રેન હોસ્ટેસને કરવા લાગ્યા પ્રવાસીઓ આવી હરકતોથી હેરાન

Dharika Jansari

VIDEO : રાધનપુરમાં બીમાર હોવા છતાં શંકર ચૌધરી પ્રચાર કરી રહ્યા હોવા પાછળનું આ છે સૌથી મોટું કારણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!