GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

પ્રભાસની હાઇ-પ્રાઇઝ ડિમાન્ડ સાંભળીને કરણ જોહરે ડ્રોપ કર્યો ફિલ્મ બનાવવાનો આઇડિયા!

‘બાહુબલી’ બનીને વિશ્વભરમાં લોકોના દિલ જીતી લેનાર પ્રભાસની બોલિવુડમાં એન્ટ્રી લેવા માટે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. વાસ્તવમાં, ફિલ્મના ડિરેક્ટર કરણ જોહરે પ્રભાસને પોતાના નવા બોલિવુડ પ્રોજેક્ટમાં લોન્ચ કરવા માટે ઇન્કાર કરી દીધો છે. સૂત્રોનુસાર, એસ.એસ. રાજામૌલીની ‘બાહુબલી’ બાદ પ્રભાસ સુપરસ્ટાર બની ચૂક્યો છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનના ડિસ્ટ્રીબ્યૂશન રાઇટ્સ કરણ જોહરની પ્રોડક્શન કંપની ધર્માને મળ્યા હતા, ત્યારબાદ કરણ જોહરે પ્રભાસને બોલિવુડના ડેબ્યુ કરાવવા માટે નક્કી કરી દીધું હતુ.

ઉલ્લેખનીય છે કે, પ્રભાસે કરણ જોહર પાસેથી ફિલ્મ કરવાના 20 કરોડ રૂપિયા માંગ્યા છે, જે પછી કરણ જોહરે આ પ્રોજેક્ટ ડ્રોપ કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસે ‘બાહુબલી’ માટે 5 વર્ષ આપ્યા હતા અને આ ફિલ્મ તે વર્લ્ડવાઇડ ખૂબ જ પોપ્યુલર થઇ ગયો છે. તેલુગૂ સિનેમામાં તેણે ફિલ્મ માટે 20 કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી રહી છે. ‘બાહુબલી’ની સીરિઝની પૉપ્યુલારિટી જોયા બાદ કરણ જોહરે પ્રભાસને બોલિવુડના ડેબ્યુ કરાવવા માટે નક્કી  કરી દીધુ હતુ. પરંતુ પ્રભાસે જ્યારે કરણ જોહરના પ્રોજેક્ટ માટે વધારે રૂપિયાની માંગ કરી ત્યારે કરણે આ પ્રોજેક્ટનો આઇડિયા જ ડ્રોપ કરી દીધો.

Related posts

મલેશિયા પાસેના ટાપુઓ કબજે કરવા ચીને કરી અવળચંડાઈ, કૃત્રિમ ટાપુ બનાવી ફાયટર જેટ્સ ખડકી દીધા

Dilip Patel

જેસિકા લાલ હત્યાકાંડનાં દોષી મનુ શર્માને તિહાડ જેલમાંથી આ કારણે સમય પહેલા જ મુક્ત કરાયો

Mansi Patel

અમદાવાદના ગીતા મંદિર ખાતે ઉંઘી રહેલી 11 વર્ષીય બાળકી સાથે પાડોશીએ કર્યા શારિરીક અડપલા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!