GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

જો આ વાત સાચી નીકળી તો ફરી એક વખત શાહરૂખ આપશે ફ્લોપ ફિલ્મ

બોલિવુડનો ‘કિંગ ખાન’ શાહરૂખ પોતાની આનંદ એલ. રાય સાથેની અપકમિંગ ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મની શૂટિંગ પણ ચાલી રહી છે. જોકે ફિલ્મની એક્ટ્રેસ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ નથી, ન તો તેમના અંગેની કોઇ સત્તાવાર જાહેરાત થઇ છે.

પરંતુ કહેવાઇ રહ્યુ છે કે, શાહરૂખ ખાન ફરી એક વખત ફ્લોપ ફિલ્મ આપવા માટે કોઇ બચાવી શકશે નહી. માનવામાં આવી રહ્યુ છે કે, ફિલ્મમાં શાહરૂખ ખાનને ઢીંગણા વ્યકિતનું કેરેક્ટર, વેબસીરિઝ ગેમ ઑફ થ્રોન્સના એક કેરેક્ટર પર આધારિત છે. આ કેરેક્ટર ફિલ્મના બાકીના લોકોની વચ્ચે પ્રેમ વધારશે અને તેમની વચ્ચેની કડી રહેશે.

ગેમ ઑફ થ્રોન્સ ઓડિયન્સમાં ફેવરિટ છે, એવામાં તેમની ફેવરિટ સીરિઝના કેરેક્ટરની સાથે કોઇ પણ છેડછાડ થાય તે ઓડિયન્સને કદાચ પસંદ પણ ન આવે અને અગેઇન શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ જેમ આ ફિલ્મ પણ ફ્લોપ થઇ શકે છે. ફિલ્મના ટાઇટલની વાત કરવામાં આવે તો ફિલ્મનું ‘કેટરિના મેરી જાન’ હશે. ફિલ્મમાં કેટરિના કૈફના કેરેક્ટરમાં કેટરિના જ હશે, જેનો ફેન શાહરૂખ ખાન હશે જે દિવસ રાત ખાલી કેટરિનાના જ સપનાઓ જોવે છે. ફિલ્મમાં શાહરૂખ અને કેટરિનાની સાથે અનુષ્કા શર્મા પણ જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર આ પહેલા આનંદ એલ.રાય તનુ વેડ્સ મનુની સીરિઝ બનાવી ચૂક્યા છે.

Related posts

ઈશ્કબાઝની આ એક્ટ્રેસને આવ્યો કોરોના પોઝીટીવ, સુંઘવાની શક્તિ થઈ રહી હતી ઓછી

Mansi Patel

બોલ્ડ કપડા પર યુઝરે કરી વાહિયાત કમેન્ટ, એક્ટ્રેસે આપ્યો ખતરનાક જવાબ

Bansari

અચાનક ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા અભિનેતા ચંદ્રચૂડ સિંહ, હવે સામે આવ્યું સાચુ કારણ!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!