GSTV

પાર્ટનર હદ કરતા વધુ પઝેસિવ છે? આ ત્રણ રીતે સમજાવી જુઓ, વધશે પ્રેમ

Last Updated on December 30, 2019 by Karan

લાઈફ પાર્ટનર તમારી કેર કરે એવું કોને ના ગમે? પાર્ટનર તમને સમજે,  એ તમારી વાતોને સમજે એવું દરેક વ્યક્તિ ઈચ્છે છે પરંતુ જ્યારે આ વાતનો અતિરેક થાય ત્યારે સંબંધોમાં થોડી ખટાશ આવવા લાગે છે. કેટલાક સંબંધો માં જરૂર કરતાં વધારે હક બતાવનાર પાર્ટનરના કારણે પણ સમસ્યા સર્જાય છે.

તમારા સાથી આવી કોઈ તમને તકલીફ પહોંચાડતી હોય તો સાથે નિખાલસતાથી વાત કરી લેવી જ યોગ્ય છે. જોકે ઘણા કિસ્સામાં આવી વાતચીત છતાં પણ ખાસ કોઇ ફેર જોવા મળતો નથી. બંને પાત્રોએ સમજવું જોઈએ કે દુનિયામાં દરેક માણસને  માવજતની સાથે સાથે મોકળાશની પણ જરૂર છે. તણાવભર્યા સંબંધ તૂટવાને આરે આવે તે પહેલા આ ત્રણ રસ્તાઓ ટ્રાય કરી જુઓ. શક્ય છે તમારો સંબંધ ટકી જાય…

1. વાતચીતથી ઉકેલ લાવવો

100% સાચી વાત છે કે પાર્ટનરને એના આવા વ્યવહાર વિશે કહેવું તે મુશ્કેલ કામ છે. પરંતુ સંબંધ ટકાવી રાખવો હોય તો આ જોખમ લેવું જ જોઈએ. વાત સાંભળીને કદાચ પાર્ટનર ગુસ્સે હશે પરંતુ પછી તેને પોતાની ભૂલ ચોક્કસ સમજાશે.

2. પ્રેમ દર્શાવો…

પાર્ટનરને એ કહેવામાં કોઇ ખરાબી નથી કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. પરંતુ જ્યારે તમે પાર્ટનર પર વધારે પડતો હક જમાવવા લાગો છો ત્યારે તેને એક બંધન જેવું ફીલ થાય છે. તમારા પાર્ટનર આવું કરે ત્યારે તેને ગળે લગાવી લો. તેને અહેસાસ કરાવો કે તમે એના પ્રેમને સમજો છો અને કહો કે તેનો પ્રેમ તમારા માટે અમૂલ્ય છે પરંતુ તેની હક્ક જતાવવાની ભાવના તમને ઓછી ગમે છે.  આમ કરવાથી સામેના પાત્રને તમારી લાગણી સમજાશે અને વર્તનમાં ફેરફાર આવશે. આલિંગન એવા કામને સફળ બનાવે છે જે વાતચીત શક્ય નથી હોતું.

3. મિત્રોને શામેલ કરો

તમે તમારા મિત્રને મળવા જાઉં ત્યારે કેટલીકવાર પોતાના લાઈફ પાર્ટનર ને પણ સાથે લઇ જાવ. આમ કરવાથી એના મનમાં રહેલો અસુરક્ષા નો ભાવ ઓછો થશે પરિણામે તો વધારે પડતો હક્ક જતાવવા નું પણ ઓછું કરશે.

Read Also

Related posts

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!