GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

‘હાઉડી મોદી’ પાછળ મોદી-ટ્રમ્પની સમાંતર રાજનીતિ જવાબદાર છે? જાણો શું કહે છે તજજ્ઞો

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસ દરમિયાન આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાજર રહેવા માટે હામી ભરીને સૌ કોઇને ચોંકાવી દીધા હતા. ટ્રમ્પની મોદીના કાર્યક્રમમાં હાજરી એવા સમયે જોવાઇ રહી છે કે જ્યારે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે કાગારોળ મચાવી રહ્યું છે. આ ઉપરાંત બંને નેતાઓની હાજરી પાછળ ભારત અને  અમેરિકાના વ્યાપારિક હિતો પણ સમાયેલા છે.

આખી દુનિયાની નજર ‘હાઉડી મોદી’ પર કેન્દ્રિત

અમેરિકાના હ્યૂસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમમાં મોદી અને ટ્રમ્પ જેવા બે મોટા નેતાઓ હાજર રહેવાના હોવાથી માત્ર ભારત અને અમેરિકાની જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોની પણ નજર મંડાયેલી છે. ખાસ કરીને આ મેગા શોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીને કારણે આ કાર્યક્રમ વિશ્વના મીડિયાની નજરમાં આવ્યો છે.

નવતેજ સરના અને ડોનાલ્ડ ટ્રમ્પ

શું કહે છે રાજકિય પંડિતો?

અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત નવતેજ સરનાનું માનવું છે કે ટ્રમ્પનું મોદીના કાર્યક્રમમાં આવવું અમેરિકામાં ભારતીય મૂળના લોકોના વધી રહેલા રાજકીય મહત્વને રેખાંકિત કરે છે. ભારત અને અમેરિકાના સંબંધો માત્ર વેપાર સુધી સિમિત નથી પરંતુ બંને દેશોની ઘણી મોટી રણનૈતિક ભાગીદારી છે. ખાસ કરીને સુરક્ષા અને આતંકવાદ વિરોધી લડાઇના વિસ્તારમાં. સરનાનું કહેવું છે કે અમેરિકા અને ભારત બંને જ મોટા લોકતાંત્રિક દેશ છે  અને બંને દેશોની વચ્ચેના સંબંધ ઘણા મહત્વના છે. વેપાર આ સંબંધોનો નાનો ભાગ છે. વેપારના ક્ષેત્રમાં તો મતભેદ થતા રહે છે. બંને નેતાઓનું એક સાથે આગમન દર્શાવે છે કે  અમેરિકાના ભારત સાથેના સંબંધ મજબૂત થઇ રહ્યા છે.

ટ્રમ્પ- મોદી

ટ્રમ્પ-મોદી કરી રહ્યા છે સમાંતર રાજનીતિ

જો કે કેટલાક જાણકારોનું એવું પણ માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના રાજકીય હિતને ધ્યાને રાખીને પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થઇ રહ્યા છે. અમેરિકન બાબતોના જાણકાર અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના રિસર્ચર કશિશ પરપિયાનીનું કહેવું છે કે ટ્રમ્પ પોતાના રાજકીય હિતોને ધ્યાને રાખીને મોદીના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. તેમનો હેતુ રાજકીય છે.

કશિશ પરપિયાની

ડેમોક્રેટ પાર્ટી આ સમયે ટેક્સાસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. પારંપરિક રીતે અમેરિકાની ચૂંટણીમાં ટેક્સાસના મતદારો રિપ્બલિકન પાર્ટીને મત આપે છે તેથી ડેમોક્રેટ્સ આ રાજ્યને પોતાના પક્ષમાં કરવા ઇચ્છે છે. કશિશનું કહેવું છે કે ટેક્સાસ રાજ્યના બે શહેર હ્યૂસ્ટન અને ડલાસમાં જ ભારતીય મૂળના લોકોની સંખ્યા બે લાખ 70 હજાર જેટલી છે. ટ્રમ્પના મોદીના કાર્યક્રમમાં આવવાથી ભારતીય મૂળના લોકોને ખુશ કરવાની અને ભારતીય મૂળના મતદારોને પોતાની તરફેણમાં કરવાની એક સ્ટ્રેટેજી છે. કશિશનું માનવું છે કે ટ્રમ્પ ભારતીય મૂળના મતદારોને તેવી જ રીતે મનાવવા ઇચ્છે છે કે જેમ યહૂદી મૂળના મતદારોને રિઝવે છે. કશિશનું કહેવું છે કે અમેરિકામાં ટ્રમ્પની રાજનીતિ અને ભારતમાં મોદીની રાજનીતિ હવે સમાંતર રીતે ચાલી રહી છે જેથી કાર્યક્રમથી બંનેને પોતપોતાના દેશમાં રાજકીય ફાયદો થાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવતા રહ્યા છે. તેમ છતાં એવો પણ સમય આવ્યો કે જ્યારે સાર્વજનીક રીતે ટ્રમ્પે ભારતના હિતોને નુકસાન થાય તેવી પણ વાત કરી હોય.

READ ALSO

Related posts

જમાલપુર ઝોનલ કચેરીએ દેખાયો સોશિયલ ડિસ્ટિન્સંગનો ભંગ, રેશનિંગ કાર્ડ મામલે લોકોએ લગાવી લાંબી કતારો

pratik shah

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah

અશોક ગેહલોતનું શક્તિ પ્રદર્શન, 100 થી વધુ ધારાસભ્યો ભેગા કરી બતાવી વિક્ટરી સાઈન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!