GSTV
Gujarat Government Advertisement

દેશભરમાં લોકડાઉન લાદવાની તૈયારીમાં છે મોદી સરકાર? વધતા કોરોના સંકટ વચ્ચે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપાયા આ આદેશ

કોરોના

Last Updated on May 3, 2021 by Bansari

શું કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવી શકે છે? સોશિયલ મીડિયામાં તેને લઇને સવાલ પૂછવામાં આવી રહ્યું છે. જો કે કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવું છે કે એવો કોઇ પ્લાન નથી. જો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જરૂર કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે પ્રતિબંધો વધારવાનું કહેવામાં આવ્યું છે. જણાવી દઇએ કે દેશભરમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારાના પગલે અનેક રાજ્યોની સરકારોએ લોકોની મૂવમેંટ પર પાબંદીઓ લગાવી છે.

લોકડાઉન

કોરોનાનો પોઝિટિવીટી રેટ 15 ટકાથી વધુ હોય ત્યાં લોકડાઉનની સલાહ

અત્યાર સુધી આશરે 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી કોરોના કર્ફ્યૂ અને લોકડાઉન જેવી પાબંદીઓ લાગુ કરવામાં આવી ચુકી છે. આ વચ્ચે હેલ્થ મિનિસ્ટ્રી તરફથી પણ દેશના એવા જિલ્લાઓમાં કડક લોકડાઉનની સલાહ આપવામાં આવી ચુકી છે, જ્યાં કોરોનાનો પોઝિટિવીટી રેટ 15 ટકાથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ અને કોરોના ટાસ્ક ફોર્સ તરફથી આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કુંભ મેળામાંથી પરત ફરેલા લોકોના પગલે પણ કોરોના સંક્રમણની વાતો કરવામાં આવી રહી છે. કહેવામાં આવા રહ્યું છે કે કુંભ મેળામાંથી પરત ફરેલા લોકો ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં કોરોનાના ફેલાવનું કારણ બની શકે છે.

કોરોના

દેશમાં વધી રહ્યો છે કોરોનાનો ગ્રાફ

રવિવારે પણ દેશમાં કોરોના સંક્રમણના 3.62 લાખ કેસ સામે આવ્યા છે. તેમાંથી 10 રાજ્યોમાં જ 70 ટકા કેસ મળ્યાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, વેસ્ટ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન સામેલ છે. દેશમાં ગત આશરે 10 દિવસોથી કોરોનાના 3 લાખથી વધુ નવા એક્ટિવ કેસ જોવા મળી રહ્યાં છે. દિલ્હી, યુપી, રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યોમાં હોસ્પિટલો હોસ્પિટલો પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. ત્યાં સુધી કે સ્મશાનો અને કબ્રસ્તાનોમાં પણ સંકટ જોવા મળી રહ્યું છે.

લોકડાઉન

કેન્દ્ર સરકારે કહ્યું, લોકડાઉનથી પ્રભાવિત થશે પ્રવાસી મજૂરો

દેશભરમાં લોકડાઉનને લઇને કેન્દ્ર સરકારનું માનવુ છે કે તેનાથી મોટી સંખ્યામાં રોજગારી છીનવાઇ જશે. ખાસ કરીને પ્રવાસી મજૂર તેનાથી પ્રભાવિત થશે. તેના પગલે કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન પર વિચાર નથી કરવામાં આવી રહ્યો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!