GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોદીને યોગીથી ડર લાગે છે?

મોદી

મોદીને યોગીથી ડર લાગે છે. તેનો વધુ એક પુરાવો મળી આવ્યો છે. મોદી કોવિડકાળમાં શ્રમિકોને મુંબઈથી ફ્રી ટિકિટ આપી યુપી મોકલવા મુદ્દે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ પર ઠીકરું ફોડે છે, પણ આ મુદ્દે અવ્વલ તો ગુજરાત સરકાર છે. આખો મુદ્દો વિસ્તારથી સમજવા જેવો છે.

મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન પર આભાર પ્રકટ કરતા ભાષણમાં કૉન્ગ્રેસ પર આક્ષેપ મૂક્યો કે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસે શ્રમિકોને ફ્રી ટિકિટ આપીને વતન રવાના કર્યા હતા. જેથી ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં કોરોના ફેલાય. શ્રમિકોને ફ્રી ટિકિટ આપીને વતન મોકલવા એ ખરેખર તો યશ લેવાનો મુદ્દો કહેવાય તો પછી વડા પ્રધાને આ મુદ્દે કૉન્ગ્રેસની ટીકા કેમ કરી? તે સવાલનો જવાબ તો પહેલા જ મળી ચૂક્યો છે. તેઓ યુપી ચૂંટણીમાં યોગી આદિત્યનાથને હરાવવા માગે છે. તેનો સૌથી મોટો પુરાવો એ છે કે મહારાષ્ટ્ર સરકાર કરતા પણ વધારે ફ્રી ટિકિટો ગુજરાત સરકારે આપેલી.

ગુજરાત સરકારના શ્રમ મંત્રાલયમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકારે સૌથી વધારે 1017 શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાવી હતી. ગુજરાતમાંથી 15.18 લાખ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા, જેનું ભાડું ગુજરાત સરકારે ચૂકવ્યું હતું. રાજ્ય સરકારે શ્રમિકોને વતન મોકલવા માટે રેલવે વિભાગને ટિકિટ ભાડે પેટે રૂ.102 કરોડની ચૂકવણી કરી હતી.

મોદી

વડા પ્રધાન મોદીએ આ મામલે યશ લેવાનો હતો તેના બદલે તેમણે કૉન્ગ્રેસ પર માછલા ધોયા તેનો ક્લિઅર કટ મેસેજ એ છે કે તેઓ યોગી આદિત્યનાથને યુપીની ચૂંટણીમાં નુકસાન પહોંચાડવા માગે છે. ગુજરાત સરકારે લાખો મજૂરોને ફ્રી ટિકિટ આપીને યુપી મોકલ્યા તો સવાલ એવો પણ થાય કે શું મહારષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ યુપીમાં કોરોના ફેલાવવા માગતી હતી?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel

તહેવાર ફેરવાયો માતમમાં/ અમદાવાદમાં મટકીફોડના કાર્યક્રમમાં દુર્ઘટના, યુવક નીચે પટકાતા મોત

Bansari Gohel

Big News / ‘મુંબઇમાં ફરી થશે 26/11 જેવો હુમલો’, પાકિસ્તાનથી આવ્યો ધમકીભર્યો મેસેજ

Bansari Gohel
GSTV