GSTV

મલાઈકા અરોરા 47ની ઉંમરમાં બનવાની છે દીકરીની માતા ? રિયાલિટી શોમાં કર્યો ખુલાસો

Last Updated on May 23, 2021 by Damini Patel

બોલીવુડ એક્ટ્રેસ, ડાન્સર અને ફિટનેસ આઇકોન મલાઈકા અરોરા આ દિવસોમાં ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં જજ તરીકે જોવા મળી રહી છે. મલાઈકા 47 વર્ષની થઇ ચુકી છે અને એક 19 વર્ષના દીકરા અરહાન ખાનની માતા પણ છે. પરંતુ હવે 19 વર્ષ પછી મલાયકા અરોરા એક દીકરીની માતા બનવાનો પ્લાન કરી રહી છે. આ વાતનો ખુલાસો તેમણે રિયાલિટી શોના મંચ પર કર્યો.

દત્તક લેવા માંગે છે છોકરી

ગયા સપ્તાહમાં મલાઈકાએ શિલ્પા શેટ્ટીને કેટલાક એપિસોડ માટે રિપ્લેસ કરી છે. હવે મલાઈકાને આ શોમાં ભાગ લેવા વળી છોકરીઓ ઘણી ઈમ્પ્રેસ કરી રહી છે. એના માટે મલાઈકા પહેલા પણ આશા વ્યક્ત કરી ચુકી છે કે કાશ તેમની એક દીકરી હોય. પરંતુ તેમણે એક કન્ટેસ્ટન્ટ અંશીકા રાજપૂતના ડાન્સને જોઈ ખુલાસો કર્યો.

ફરી માતા બનવા માટે સિરિયસ છે મલાઈકા

મલાઈકાએ અંશીકાની તારીફ કરતા વાત વાતમાં એક મોટો ખુલાસો કરી દીધો. કે તેઓ મા બનવા માટે ખુબ સિરિયસ છે. મલાઈકાએ એ પણ જણાવ્યું કે તેમને પણ એક દીકરી જોઈએ, કારણ કે તેમની આજુ બાજુ બધા છોકરાઓ છે. તે એક દીકરાની માતા છે, પરંતુ તેમને એક દીકરી જોઈએ, જેની સાથે તેઓ પોતાનો મેકઅપ, શૂઝ અને કપડા શેર કરી શકે.

ગીતા કપૂરે કરી દુઆ

મલાઈકા અરોરા 47ની ઉંમરમાં બનવાની છે દીકરીની માતા ? રિયાલિટી શોમાં કર્યો ખુલાસોમલાઈકાની દિલની તમન્ના જાણી બીજી બાજુ ગીતા કપૂર પણ ઈમોશનલ થઇ ગઈ. તેમણે મલાઈકાને દુઆ આપી કહ્યું, ‘મલાઈકાને એક સુંદર છોકરી થાય.’ મલાઈકાએ આ વાત સંભાળી રિએક્શનમાં કહ્યું, ‘ગીતા તમારા મોમાં ઘી સક્કર. હું ઇચ્છુ છું કે મારી દુકરી થાય અથવા ફરી હું દીકરીને અદોપ્ત કરું, મારા ડિલની ખ્વાઇસ આ જ છે.’

Read Also

Related posts

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana

Birthday Special/ બોલ્ડનેસમાં નિયા શર્મા બધાને આપે છે મ્હાત, આ સીરિયલથી એક્ટ્રેસે બનાવી ઓળખ

Damini Patel

ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: સપ્ટેમ્બર માસનું અનાજ 18 તારીખથી અપાશે, 17 દિવસ લાખો પરિવારને ભૂખ્યા રાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!