સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કિલોના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. આ કરતા વધારે સિલિન્ડર ખરીદવા માટે ગ્રાહકે બજાર કિંમત ચૂકવવી પડશે. જોકે, મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેમના ખાતામાં સબસિડીના કેટલી પૈસા જમા કરવામાં આવ્યા છે. તમે ચેક કરી શકો છો કે સબસિડીની રકમ તમારા ખાતામાં જમા કરાઈ છે કે નહીં. જાણો કેવી રીતે

સૌથી પહેલા Mylpg.in પર જાઓ. તમને ત્રણ પેટ્રોલિયમ કંપની (એચપી, ભારત અને ઇન્ડેન)ની ટેબ જોવા મળશે. તમારી સિલિન્ડર કંપની પર ક્લિક કરો.

ટેબ સિલેક્ટ કર્યા બાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે. મેન્યુમાં જાઓ અને 17 અંકોની તમારી LPG આઇડી નાંખો. જો LPG આઇડી ન હોય તો ‘Click here to know your LPG ID’ પર ક્લિક કરીને જાણો.

હવે તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર, LPG યુઝર આઇડી, રાજ્યનું નામ અને ડિસ્ટ્રીબ્યૂટરની વિગતો નાંખો. તે બાદ કેપ્ચા કોડ ભર્યા બાદ પ્રોસેસના બટન પર ક્લિક કરો.
પ્રોસેસ કર્યા બાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે, જેના પર તમને LPG ID દેખાશે.

તમારા ખાતાની વિગતો એક પૉપ-અપ પર જોવા મળશે. તમારા બેન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડના LPG એકાઉન્ટ સાથે લિંક હોવાની જાણકારી સાથે જ તમને તે પણ જાણવા મળશે કે તમે સબસિડીનો વિકલ્પ છોડી દીધો છે કે નહી.
પેજની ડાબી બાજુ ‘સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી અથવા સબસિડી ટ્રાન્સફર જુઓ’ પર ક્લિક કરો. તેના પર ક્લિક કરીને તમને સબસિડીની રકમ જોવા મળશે.
Read Also
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત