GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

બાઈક પાછળ શું બેસાઈ ગયું અને સેક્સનાં આરોપોનો વરસાદ કરીને વર્જિનિટી ટેસ્ટ માટે ધકેલી દીધી

“હું એક સુખી જીવન જીવી રહી હતી પરંતુ હવે મારા જીવનમાં બધું બદલાઈ ગયું છે.” આ શબ્દો છે અફઘાનિસ્તાનની 18 વર્ષની નેદાનાં. પોતાની સાથે થયેલો વર્જિનીટી ટેસ્ટ યાદ કરીને રડવું આવી જાય છે. આ 2015ની વાત હતી, નેદા રાતે થિયેટરની પ્રેક્ટિસ કરીને ઘરે પાછી આવતી હતી. ઘર પહોંચવામાં તેમને બે કલાકનો સમય લાગતો હતો.

તેમની સાથે એક બીજી છોકરી પણ હતી અને તેથી તેણે તેમના બે પુરૂષ મિત્રો પાસેથી મદદ લીધી. નેદા એક મધ્યવર્ગીય કુટુંબની છોકરી છે, તે જણાવે છે કે તેઓ પાસે રોજિંદા ખર્ચ કરવા માટે પૂરતા પૈસા પણ નહોતા. નેદા તે રાત માટે આજે પણ ક્યાંક ને ક્યાંક પોતાને જ જવાબદાર ગણાવે છે.

નેદા કહે છે કે ” ક્યારેક મને લાગે છે કે મેં પોતે જ આપમેળે મારી જીંદગી ગોટાળે ચડાવી. મારા પરિવાર પર જે દાગ લાગ્યો તે માટે પણ હું જ જવાબદાર છું, પણ હું પણ જાણું છું કે તે રાતે મારી પાસે એ જ એક રસ્તો હતો. ” તે રાત પછી બમિયાન વહીવટને એવી ફરિયાદો મળી હતી કે નેદાએ ઘર પહોંચ્યા પહેલાં પ્રિમેરિટિલ સેક્સ (લગ્ન પહેલાંની સેક્સ રિલેશનશીપ) કરી હતી. આ ફરિયાદો પછી નેદા અને તેમની દોસ્ત પર સવાલોનાં વરસાદ થયાં હતા.

નેદા જણાવે છે કે ” મને અય્યાશ કહેવા લાગ્યા અને એક મેડિકલ સેન્ટરમાં વર્જિનિટી ટેસ્ટ માટે મોકલવામાં આવી. ” ટેસ્ટ પછી ડૉક્ટરોએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે તેમની કુમારિકા હજી ભંગ થઈ નથી. જો કે હજી પણ અફઘાનિસ્તાનની ન્યાય વ્યવસ્થામાં આ વસ્તુને લઈને આટાફેરા ચાલૂ છે. નેદા સ્થાનિક પ્રાયોજક ઓફિસમાંથી તો આરોપમુક્ત થઈ ગઈ છે, પરંતુ તેમનો કેસ હવે રાજ્યની સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહ્યો છે. ત્યાં નિર્ણય આવવાનો હજુ બાકી છે.

વર્જિનિટી ટેસ્ટ કોઈ મોટી વાત નથી!

અફઘાનિસ્તાનમાં કેટલીય વર્જિનિટી ટેસ્ટ થાય છે, પરંતુ હાલની હકીકતો જણાવે છે કે આ પ્રકારનાં પરીક્ષણો અહીં ખૂબ જ સામાન્ય છે. બોબીની હૈદરી એક ગાયનકોલોજિસ્ટ છે જે બમાયિયનમાં જ નોકરી કરે છે. તેમણે કહ્યું કે તેમને એક દિવસમાં 10 વર્જિનિટી ટેસ્ટ કરવા માટે મળે છે. આ ટેસ્ટ વારંવાર સ્ત્રીઓની મરજી વગર જ કરાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ પ્રકારના વર્જિનિટી ટેસ્ટ અને ટુ ફિંગર ટેસ્ટને માન્યતા આપી છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!