GSTV
Gujarat Government Advertisement

જાણવા જેવુ / શુ SBIમાં બચત ખાતાની સાથે 1000 રૂપિયાનો અકસ્માત વીમો લેવો ફરજિયાત છે? જાણો તેના સંબંધિત તમામ જરૂરી વાતો

Last Updated on June 10, 2021 by Zainul Ansari

કોરોના મહામારી દરમિયાન ઇન્શ્યોરન્સ કવર ખૂબ જ ચર્ચામાં છે. ઘણા પ્રકારના ઇન્શ્યોરન્સ પોલિસી આપણને જોવા પણ મળી, ઘણી પોલિસીમાં ફેરફાર પણ થયા. તો પણ ઇન્શ્યોરન્સને લઇ આપણા મગજમાં ઘણા પ્રકારના પ્રશ્ન થાય છે. તમામ બેંક ઇન્શ્યોરન્સની પોલિસી આપે છે. આ વાત આપણે બધા જાણીએ છીએ. આ વચ્ચે દેશની સૌથી મોટી બેંકની પોલિસીને લઇ ઘણા પ્રશ્ન ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ છે કે શુ SBIમાં બચત ખાતુ ખોલવતા સમયે 1000 રૂપિયાનો એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ લેવો અનિવાર્ય હોય છે? ચાલો આ પ્રશ્નનો જવાબ શોધીએ.

એક યુઝરે ટ્વીટર પર SBIને પ્રશ્ન પૂછ્યો કે શુ એસબીઆઈમાં બચત ખાતુ ખોલાવતા સમયે 1000 રૂપિયાનો એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ લેવુ અનિવાર્ય છે? બેંકના સ્ટાફનું કહેવુ છે કે આ ફરજિયા છે. તેની સાથે જ તેણે બેંકના બ્રાન્ચનું નામ પણ જણાવ્યું.

બેંકે શું કહ્યું?

યુઝરના પ્રશ્નના જવાબ આપતા SBIએ લખ્યુ કે પ્રિય ગ્રાહક, વીમાં અને અન્ય રોકાણની પસંદગી સંપૂર્ણ રીતે સ્વેચ્છિક છે. અમારી બ્રાન્ચ અમારા ગ્રાહકો માટે લાભ અને જાગરૂકતા માટે જાણકારી આપે છે. એટલે કે જો તમે કોઇ પણ પ્રકારનું ખાતુ SBIમાં ખોલાવવા જઇ રહ્યા છો, તો તમારે વીમો લેવો ફરજિયાત નથી. આ સંપૂર્ણ રીતે તમારા પર નિર્ભર કરે છે.

ડેબિટ કાર્ડ પર વીમો

SBI ડેબિટ કાર્ડ પર કૉમ્પ્લીમેન્ટ્રી ઇન્શ્યોરન્સ કવર મળે છે. તેમાં પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ (ડેથ) નોન એર અને પર્સનલ એર એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ (ડેથ) છે. પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ (ડેથ) નોન એર વીમા કવર ડેબિટ કાર્ડધારકને હવાઈ યાત્રાના વધારાના અકસ્માનત મૃત્યુ માટે વીમા આપે છે.

sbi

પર્સનલ એર એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ (ડેથ) વીમા ડેબિટ કાર્ડધારકને માત્ર એર એક્સિડેન્ટલ ડેથ માટે કવર કરે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Google એ શરૂ કરી ફોટોઝ Hide કરવાની સુવિધા, બસ અપનાવો આ ટેક્નિક ને છુપાવો પર્સનલ વીડિયો

Dhruv Brahmbhatt

પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ થઈ શકે છે ટ્રેન મુસાફરી , જાણો ભારતીય રેલ્વેના આ જરૂરી નિયમો

Vishvesh Dave

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!