મોબાઈલ ફોન માનવ જીવનની જરૂરિયાતનું સાધન બની ગયું છે. તેના વગર જીવનની કલ્પના કરવું મુશ્કેલ છે. ત્યારે સતત સ્ક્રીનને જોવાના વ્યસનથી દૂર રહેવા માટે અનેક લોકો “ડિજિટલ ડિટોક્સિંગ”નો પર્યાય તરફ વળવાના પ્રયાસ કરી રહ્યા છે.

21મી સદીમાં આંગળીના ટેરવે ઓફિસના કામથી લઈને બેંક સહિત તમામ પ્રકારના વ્યવહાર મોબાઈલ પર થતા હોવાને કારણે મોબાઈલ સ્ક્રીનથી લાંબા સમય દૂર રહેવું અશક્ય થઈ ગયું છે. ડિજિટલ ડિટોક્સિંગનો મતલબ ચિંતા ઘટાડીને લોકોને તેમને વાસ્તવિક દુનિયા સાથે જોડવાનું હોય છે. જોકે ટેક્નોલોજીથી દૂર રહેવાના ફાયદા વૈજ્ઞાનિક રૂપે સાબિત થઈ શક્યા નથી. પરંતુ ડિજિટલ ડિટોક્સિંગ પડકારજનક બની રહ્યું છે.
નિષ્ણાતોના કહેવા મુજબ અઠવાડિયા સુધી પૂરી રીતે ફોનને દૂર કરવાને પદલે પોતાની જીંદગીની જરૂરિયાતના હિસાબે સ્કીનનો ઉપયોગ કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલે જેટલી જરૂરત હોય તેટલીવાર જ સ્ક્રીનના સંપર્કમાં રહેવાનું અને જરૂર ના હોય ત્યારે તેનાથી દૂર રહેવાનું.
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
- દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી
- ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.
- પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો
- મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયા બાદ કરશે સ્થળોનું નિરીક્ષણ