GSTV

ટ્રિક/ Whatsapp પર વારંવાર મેસેજ કરીને હેરાન કરી રહ્યું છે કોઇ? બ્લોક કર્યા વિના આ રીતે મેળવો છુટકારો

whatsapp

Last Updated on November 8, 2021 by Bansari

Whatsapp પર એવા ઘણા મિત્રો હોય છે, જેઓ દરરોજ કારણ વિના ગુડ મોર્નિંગ મેસેજ મોકલે છે અને તેમને હેરાન કરે છે. શું તમે પણ આવા મિત્રોથી છૂટકારો મેળવવા માંગો છો? યુઝર્સ કોઈપણ યુઝરને બ્લોક કર્યા વિના સરળતાથી ઇગ્નોર કરી શકે છે. આ માટે તમારે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે તાજેતરમાં આર્કાઇવ ચેટ ફીચરનું રિપેકેજ વર્ઝન લોન્ચ કર્યું છે. મેસેજિંગ ફીચર હવે યુઝર્સને હંમેશા માટે કોન્ટેક્ટને મ્યૂટ કરવા દે છે. જો તમે બોરિંગ મેસેજથી પરેશાન છો, તો તમે તેને આર્કાઇવમાં નાંખી શકો છો. જેથી કરીને તમને વારંવાર પરેશાની નહી થાય.

WhatsApp

Whatsapp પર કોઈને હંમેશા માટે કેવી રીતે મ્યૂટ કરવું:

સ્ટેપ 1: WhatsApp એપ અપડેટ કરો.
સ્ટેપ 2: મેસેજિંગ પ્લેટફોર્મ ઓપન કરો.
સ્ટેપ 3: પરેશાન કરનાર કોન્ટેક્ટ સિલેક્ટ કરો. (તમે ગમે તેટલા કોન્ટેક્ટ સિલેક્ટ કરી શકો છો.)
સ્ટેપ 4: એન્ડ્રોઇડ યુઝર્સ, કોન્ટેક્ટ પર લાંબો સમય દબાવી રાખો. iOS યુઝર્સ પણ આ રીતે જ કરે.
સ્ટેપ 5: iOS અને Android બંને પર, કોન્ટેક્ટને આર્કાઇવ કરી શકાય છે.

Whatsapp પર આર્કાઇવ કરેલા કોન્ટેક્ટ કેવી રીતે શોધવા

સ્ટેપ 1: WhatsApp ઓપન કરો.
સ્ટેપ 2: iOS અને Android માટે WhatsApp હોમ સ્ક્રીનની બરાબર ઉપર આર્કાઇવ ચેટ સેક્શન દેખાય છે.
સ્ટેપ 3: આર્કાઇવ કરેલી ચેટ શોધવા માટે, ફક્ત ત્યાંના વિકલ્પ પર ક્લિક કરો.

whatsapp

Whatsapp પર કોન્ટેક્ટને કેવી રીતે અનઆર્કાઇવ કરવા

સ્ટેપ 1: તમારા Android ફોન, iPhone પર WhatsApp એપ ખોલો.
સ્ટેપ 2: હોમસ્ક્રીનની ટોચ પર આર્કાઇવ સેક્શન પર જાઓ.
સ્ટેપ 3: તમે જે કોન્ટેક્ટને અનઆર્કાઇવ કરવા માંગો છો તેના પર લાંબો સમય દબાવો અને ત્યાંના ઓપ્શન પર ક્લિક કરો.

Read Also

Related posts

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!