GSTV

આસામમાં IS લખેલો કાળો ઝંડો મળી આવતા તંત્રમાં દોડધામ

Last Updated on May 3, 2018 by

આસામના ગોલપાડા શહેર નજીક આઈએસ-એનઆઈ લખેલો કાળો ઝંડો મળી આવ્યો છે. આઈએસ-એનઆઈ લખેલો ઝંડો મળ્યા બાદ ગોલપાડાની આસપાસના વિસ્તારમાં આતંકી સંગઠનની સક્રિયતાને લઈને દહેશતનો માહોલ છે. આ કાળા ઝંડાને કબજે કરીને આસામ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે બ્રહ્મપુત્ર નદીના કિનારે એક પોલીસ પોસ્ટ નજીક વૃક્ષ પર આ કાળો ઝંડો મળી આવ્યો છે. જો કે મળી આવેલો કાળો ઝંડો આઈએસના વાવટા સાથે મેળ ખાઈ રહ્યો નહીં હોવાનું આસામ પોલીસનું આકલન છે.

ગોલપાડા પોલીસ અધિક્ષકનું કહેવું છે કે આ વાવટાને હાથથી પેઈન્ટ કરવામાં આવ્યો છે અને તેના પર ઉર્દૂ અથવા અરબી શબ્દો અંકિત છે. આ કોઈ અસામાજિક તત્વોની કરતૂત હોવાની સંભાવના છે. પરંતુ પોલીસ આખી ઘટનાને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે ભારતના કેટલાક વિસ્તારોમાં આઈએસ સાથે જોડાયેલા લોકોની સક્રિયતાના અહેવાલ આવતા રહે છે. પરંતુ ગૃહ પ્રધાન રાજનાથસિંહ કહેતા રહ્યા છે કે દેશના કોઈપણ ભાગમાં આઈએસ પોતાની ગતિવિધિઓ સંચાલિત કરી રહ્યું હોવા મામલે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. ભારતમાંથી પણ આઈએસમાં કેટલાક યુવાનો સામેલ થવાના ભૂતકાળમાં અહેવાલો આવતા રહ્યા છે. ભારતની ગુપ્તચર સંસ્થાઓ દેશવિરોધી શક્તિઓને બેનકાબ કરવા માટે ખાસી સક્રિય છે.

Related posts

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!