GSTV
Health & Fitness Life Trending

શું ફેસ યોગથી ચહેરા પરની કરચલીઓ ઘટે છે? જાણો નિષ્ણાતો પાસેથી આ વિશે હકીકત

કહેવત છે કે ચહેરો જોઈને ઉંમરનો અગાજ લગાવવામાં આવે છે. એક નિયત ઉંમર પછી ચહેરા પર વૃદ્ધાવસ્થા દેખાવવા લાગે છે. વ્યક્તિના વાળ પણ સફેદ થઈ જાય છે અને ચહેરા પર કરચલીઓ અને ત્વચા ઢીલી પડવા લાગે છે. જો વ્યક્તિ લાંબા સમય સુધી ચહેરાથી સ્વસ્થ અને યુવાન દેખાવવા માંગે છે, તો ફેસ યોગા ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરતું શું આ વાતમાં કોઈ તથ્ય છે કે કેમ એ વિશે ડર્મોટોલોજીસ્ટ ડો. તુષ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

કરચલીઓ સામે ફેસ યોગ કેટલો ફાયદાકારક?

ડર્મોટોલોજીસ્ટ પ્રમાણે ફેસ યોગા ચહેરાની યોગ્ય કસરત માટે છે. જોકે ચહેરાની કરચલીઓ નિવારણ અને ફેસ યોગા વચ્ચે સકારાત્મક પરિણામો વિશે કોઈ ક્લિનિકલ સંશોધન થયું નથી. ફેસ યોગા ચહેરાને સ્લિમ કરવામાં મદદ કરશે, આ દાવામાં કોઈ સત્ય નથી.

નિષ્ણાતોના મતે ફેસ યોગા કરચલીઓને ઘટાડવામાં મદદ કરી શકતું નથી. ફેસ યોગ ચહેરાની કરચલીઓ દૂર કરી શકતું નથી, પરંતુ તે કરચલીઓને ઘટાડી શકે છે.

ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી

તંદુરસ્ત ખોરાક, ધૂમ્રપાન ન કરવું, સ્ટ્રેસને મેનેજ કરવું અને શુષ્ક ત્વચાને મોશ્ચકાઈઝ કરવી ત્વચાની અકાળ વૃદ્ધત્વને અટકાવી શકાય છે.

Also Read

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV