GSTV
Gujarat Government Advertisement

ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર

કોરોના

Last Updated on April 21, 2021 by Bansari

કોરોના વાઇરસની નવી લહેર સામે લડી રહેલું ભારત સામે વધુ એક મોટો પડકાર સામે આવ્યો છે. એક્સપર્ટ મુજબ ભારતમાં કોરોના મ્યૂટેન્ટ તૈયાર થઇ ગયો છે, જે સ્વદેશી છે. એવામાં દેશમાં અચાનક થયેલા કોરોના વિસ્ફોટ પાછળ આ જ એક મોટું કારણ હોઇ શકે છે. આ મ્યૂટેન્ટ B.1.618 છે, મહારાષ્ટ્રમાં થયેલ જીનોમ સ્કિવેન્સિંગમાં તેની જાણ થઇ છે.

કોરોના

એક્સપર્ટ મુજબ B.1.618ના સૌથી વધુ કેસો છેલ્લા એક મહિનામાં પશ્ચિમ બંગાળમાં સામે આવ્ચા છે. આ પ્રકારના મ્યૂટેન્ટના કેટલાક કેસ અમેરિકા, સ્વિટઝરલેન્ડ, સિંગાપોર અને ફિનલેન્ડમાં પણ દેખાયા છે.

દેશમાં આ મ્યૂટેન્ટના 130 કેસ મળ્યા છે, તેમાંથી 129 બંગાળમાં છે. જ્યારે વિશ્વમાં આ મ્યૂટેન્ટના જેટલા કેસ સામે આવ્યા છે, તેના 62.5 ટકા ભારતમાં જ છે. આ જ કારણ છે કે ભારતમાં આ મ્યૂટેન્ટને લઇ એક્સપર્ટ ચિંતામાં મુકાયા છે.

બંગાળમાં સામે આવ્યા સૌથી વધુ કેસ

નવી દિલ્હીમાં CSIR-IGIBમાં રિસર્ચર વિનોદ સકારિયાએ તેમના ટ્વિટર અકાઉન્ટ પર જાણકારી આપી છે કે E484K એક ખતરનાક વેરિઅન્ટ છે.

આ નવા વેરિઅન્ટના કારણે હવે બંગાળને લઇ ચિંતા વધવા લાગી છે, કારણ કે ત્યાં હાલ ચૂંટણી યોજાઇ રહી છે, જેના પરિણામ 2 મેના રોજ આવશે. એક્પર્ટનું કહેવુ છે કે અત્યારે એવા કોઈ પુરાવા નથી મળ્યા કે બંગાળમાં વધી રહેલા કોરોનાના કેસો પાછળ આ વેરિઅન્ટ જવાબદાર છે. જોકે આ વેરિઅન્ટ સાથે સંબંધિત જે નંબર સામે આવી રહ્યા છે, તે બંગાળમાં જ સૌથી વધુ છે.

ભારત દ્વારા જે ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેના મુજબ B.1.618ની અસર હાલ 12 ટકા છે, જે છેલ્લા 60 દિવસમાં ફેલાયેલો ત્રીજો સૌથી મોટો મ્યૂટેન્ટ છે. આ ઉપરાંત B.1.618 28 ટકા સુધી ફેલાયેલો છે. ઉલ્લેખનીય છે કે B.1.1.7 યૂકે વેરિઅન્ટ છે. ભારતમાં અત્યાર સુધી યૂકે, આફ્રિકા, બ્રાઝિલ વેરિઅન્ટ મળી આવ્યા છે.

કોરોના

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 2,94,115 સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. આ પણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા સંક્રમિતોનો સૌથી ઉંચો આંકડો છે. જ્યારે 2020 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ લોકોની સંખ્યા 1,56,09,004 છે. હાલ દેશમાં 21,50,119 દર્દીઓ સારવાર અંતર્ગત છે જે કુલ સંક્રમિતોની સંખ્યાના 13.8 ટકા જેટલા છે.

Gujarat Government Advertisement

Related posts

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana

કામના સમાચાર/ ઉનાળુ સત્રની યુજી-પીજીની પરીક્ષા મામલે બદલાયા નિયમો, જાણી લેજો કેવી રીતે લેવાશે પરીક્ષા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!