GSTV
Home » News » World Cup 2019: ટીમ ઇન્ડિયામાં જાધવના સ્થાને આ ગુજ્જુ ખેલાડીને મળી શકે છે સરપ્રાઇઝ એન્ટ્રી

World Cup 2019: ટીમ ઇન્ડિયામાં જાધવના સ્થાને આ ગુજ્જુ ખેલાડીને મળી શકે છે સરપ્રાઇઝ એન્ટ્રી

Axar Patel

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ તરફથી રમતાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ઓલરાઉન્ડર કેદાર જાધવને વર્લ્ડકપ ગુમાવવો પડે તેવી શક્યતા છે. જાધવ ચેન્નાઈની આખરી લીગ મેચમાં પંજાબ સામે ફિલ્ડિંગ ભરતા ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તે સમયસર ફિટ થઈ શકે તેની શક્યતા ઓછી જોવા મળી રહી છે. જો જાધવ વર્લ્ડકપ માટે અનિફિટ જાહેર થાય તો ગુજરાતના ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળે તેવી શક્યતા છે. 

આઇપીએલમાં બાઉન્ડ્રી નજીક ફિલ્ડિંગ ભરતા જાધવને ખભાની ઈજા થઈ હતી અને ત્યાર બાદ તેણે તત્કાળ મેદાન છોડી દીધું હતુ. તેની ઈજા સામાન્ય હોવાના અહેવાલો વહેતા થયા હતા પણ હવે તે પાયા વિહોણા હોવાનું સાબિત થઈ રહ્યું છે. જાધવની હાલમાં ખાસ સુધારો થયો નથી અને ટીમ ઈન્ડિયાનો ફિઝિયો તેની ઈજા પર નજર રાખી રહ્યો છે. ભારતીય ટીમના પસંદગીકારોને પણ દરરોજ જાધવની ઈજા અંગેની અપડેટ આપવામા આવી રહી છે. 

બીસીસીઆઇના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ જણાવે છે કે, બીસીસીઆઇ હાલ તો જાધવની ઈજા પર નજર રાખી રહ્યું છે. જોકે તેની ઈજા અંગે આવતા સપ્તાહ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય ટીમ તારીખ ૨૨મી મે ના રોજ વર્લ્ડકપમાં રમવા માટે રવાના થશે. તે પહેલા જાધવ જો ફિટ નહિ થાય તો તેના સ્થાને ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવી શકે છે. 

અક્ષર પટેલ ૩૮ વન ડે અને ૧૧ ટી-૨૦ રમી ચૂક્યો છે

ગુજરાતનો સ્લો લેફર્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર અક્ષર પટેલ મીડલ ઓર્ડરમાં અસરકારક બેટીંગ પણ કરી શકે છે. અક્ષર વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૩૮ વન ડે અને ૧૧ ટી-૨૦ રમી ચૂક્યો છે. તેણે વન ડેમાં ૩૧.૩૧ની સરેરાશથી ૪૫ વિકેટ ઝડપી છે અને ૧૮૧ રન પણ ફટકાર્યા છે. જ્યારે ટી-૨૦માં તેની ૯ વિકેટ છે અને તેણે ૬૮ રન નોંધાવ્યા છે. અક્ષર વર્ષ ૨૦૧૫માં રમાયેલા વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સામેલ હતો, જોકે તેને તક મળી નહતી.હવે આ વખતે તેનું નસીબ ચમકી શકે છે. 

રાયડુને પણ ટીમમાં સ્થાન મેળવવાની આશા

એક સમયે વર્લ્ડકપની ટીમમાં નિશ્ચિત લાગતાં અંબાતી રાયડુને ઓસ્ટ્રેલિયા સામેની એકમાત્ર સિરીઝની નિષ્ફળતા બાદ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. આ પછી ભારે વિવાદ સર્જાયો છે. હવે જ્યારે કેદાર જાધવ ઈજાગ્રસ્ત બની ગયો છે, ત્યારે રાયડુને ટીમમાં સ્થાન મેળવવાની આશા છે. જોકે જાધવ ઓલરાઉન્ડર તરીકેની ક્ષમતા ધરાવે છે અને જો તે ઈજાના કારણે ખસી જાય તો ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ ઓલરાઉન્ડર ખેલાડીને જ ટીમમાં સમાવશે. આ બાબતને જોતા રાયડુની શક્યતા ઘટી જાય તેમ છે, કારણ કે તે અક્ષરની જેમ સ્પિનર નથી.

Read Also

Related posts

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!