GSTV
Home » News » શું એક જ્યોતિષીની સલાહ માની દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા અમિત શાહ આ કામ કરી રહ્યા છે ?

શું એક જ્યોતિષીની સલાહ માની દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા અમિત શાહ આ કામ કરી રહ્યા છે ?

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહેલા અમિત શાહ શુક્રવારે અચાનક જ મનોજ નામના ભાજપના એક કાર્યકરના ઘેર પહોંચી ગયા. અમિત શાહે મનોજ તિવારી સાથે બેસીને દાળ, રોટલી અને શાકનું સાદું ભોજન સોફા પર બેસીને લીધું. અમિત શાહે શુક્રવારે રાત્રે પણ યમુના વિહાર વિસ્તારમાં ભાજપ પ્રમુખના ઘરે જ ભોજન લીધું હતું. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે આ મુદ્દે શાહ પર કટાક્ષ પણ કર્યો છે.

શાહ આ રીતે ભાજપ કાર્યકરોને ઘેર પહેલી વાર ભોજન માટે નથી ગયા. આ પહેલાં પણ તે આ રીતે જતા હતા પણ છેલ્લા કેટલાક સમયથી તેમણે આ રીતે કાર્યકરોના ઘેર જવાનું બંધ કર્યું હતું. હવે અચાનક તે પાછા કાર્યકરોને ઘેર જવા લાગ્યા તે પાછળ જ્યોતિષીની સલાહ કારણભૂત હોવાનું ભાજપનાં સૂત્રો કહે છે.

શાહે ૨૦૧૪માં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે રાષ્ટ્રીય સ્તરે કામ શરૂ કર્યું ત્યારે તે ચૂંટણી સભા પછી કાર્યકરોને ઘેર જમવા પહોંચી જતા. ઉત્તર પ્રદેશમાં આ વ્યૂહરચના ફળી અને ભાજપને જોરદાર સફળતા મળી હતી. જ્યોતિષીઓએ શાહને એ જ રસ્તો અપનાવવા સલાહ આપી છે કે જેથી દિલ્હીમાં પણ ભાજપ જીતે.

READ ALSO

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!