GSTV
Home » News » IRSની ટૉપ ચર્ચિત અધિકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાઈ, જાણો તેમની ખાસિયતો

IRSની ટૉપ ચર્ચિત અધિકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાઈ, જાણો તેમની ખાસિયતો

આવક વેરા વિભાગની પ્રિન્સિપલ કમિશ્નર પ્રીતા હરિતે પોતાના પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કર્યુ છે. જણાવાઈ રહ્યું છે કે તેમના રાજીનામાને સ્વીકારી લેવામા આવ્યું છે. ભારતીય આવક સેવા (IRS)ના અધિકારી હરિતે પ્રિન્સિપલ ઈન્કમ ટેક્સ કમિશ્નરના પદ પરથી રાજીનામું આપ્યા બાદ બુધવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કર્યુ.

રાજ બબ્બરે પાર્ટીમાં સમાવેશ કર્યો

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે પ્રીતા હરિતનો પાર્ટીમાં સમાવેશ કર્યો છે. વર્તમાનમાં પ્રીતા હરિત મેરઠમાં આવક વેરા વિભાગમાં પ્રિન્સિપલ કમિશ્નર તરીકે કાર્યરત હતી. બહુજન સમ્યક સંગઠનની સંસ્થાપક હરિતનો જન્મ હરિયાણાના પલવલમાં થયો છે.

22 વર્ષની ઉંમરમાં બની IRS

તેમણે 22 વર્ષની ઉંમરમાં સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરી લીધી હતી. પ્રીતા હરિત દ્વારા કોંગ્રેસ પાર્ટીના જોડાણને લઇને રાજકીય પાર્ટીઓમાં હલચલ છે. મનાઈ રહ્યું છે કે કોંગ્રેસે પ્રીતા હરિતને અનુસૂચિત જાતિનો નવો ચહેરો બનાવીને ઉતારી છે. 1987 બેચની આઈઆરએસ પ્રીતા હરિત દિલ્હીમાં પણ આવક વેરા કમિશ્નર રહી છે.

પ્રીતા હરિત દનકૌરમાં અનુસૂચિત જાતિની મહિલા પર થયેલા અત્યાચારના વિરોધમાં ઉભી થઈ છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ આ સંદર્ભે એક અરજી દાખલ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા હરિકિશન શર્માનું કહેવુ છે કે કોંગ્રેસની નીતિઓથી પ્રભાવિત થઈને લોકો પાર્ટી સાથે જોડાયેલા રહે છે. આગામી લોકસભા ચૂંટણીમાં તેના સકારાત્મક પરિણામ જોવા મળશે.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah