GSTV
Home » News » કપરાડામાં સામે આવ્યું કરોડોનું કૌભાંડ, યોજના માત્ર કાગળ પર છતા થયું ચુકવણું

કપરાડામાં સામે આવ્યું કરોડોનું કૌભાંડ, યોજના માત્ર કાગળ પર છતા થયું ચુકવણું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. કપરાડામાં સિંચાઈ યોજના અધૂરી છતાં 8 કરોડનું ચુકવણું કર્યાનો આરોપ લાગ્યો છે. નદીમાં ભૂગર્ભ ટાંકા બનાવ્યા બાદ પાઇપ લાઈનથી ખેતર સુધી પાણી પહોંચાડવાની યોજના માત્ર કાગળ પર રહી ગઇ છે. પિયત મંડળીઓ દ્વારા દબાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. ઉદ્દવહન સિંચાઈ યોજના અંતર્ગત કપરાડા તાલુકાના બાબરખડક, વડખંભા, કાજલી,કોઠાર, બાલચોંધી, આમધા સહિત 10 ગામોમાં 5 વર્ષ પહેલાં શરૂ કરાયેલી કામગીરી અધૂરી છોડી દેવાઇ છે.

વર્ષ 2013 -14 માં કપરાડા તાલુકામાં ખેડૂતોને નદીમાંથી જ સુધી પાણી મળે રહે એ આ યોજનાનો હેતુ હતો. સમગ્ર બાબતે પિયત મંડળીઓ દ્વારા આ યોજનાને પુરી કરવા તેમના હસ્તક લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ઘટનાને પગલે હવે આ મામલે પણ સરકાર દ્વારા તપાસ થાય તેવી માંગ ઉઠી છે. કપરાડા તાલુકા માંઉદહવન સિંચાઈ યોજનામાં ફાળવેલ રકમ પર નજર કરી એ તો,

  • બાબરખડક ગામે પાર નદી 1.5 કરોડ
  • વડખંભા ગામે 50 લાખ થી વધુ
  • કાજલી ગુફા ફળિયા ખાતે 80 લાખ વધુ
  • કોઠાર ગામે 60 લાખ થી વધુ
  • બાલચોંધી માની ફળિયા અને લીલાસરી ફળિયા માં 50 લાખ થી વધુ
  • આમધા બારી ફળિયા રૂ.50 લાખ થી વધુ
  • મોટિવહિયાળ-1 રૂ. 60 લાખ થી વધુ
  • મોટી વાહિયાળ-2 રૂ.70 લાખ થી વધુ
  • ઓઝર1 અને2 માં રૂ.1.5 કરોડ
  • કાકડકોપર ગામે રૂ.1 કરોડ થી વધુ ની ફાળવણી કરવામાં આવી હતી

READ ALSO

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!