GSTV

‘અંગ્રેજી મિડિયમ’ ઇરફાનની અંતિમ ફિલ્મ ન હતી, આ ફિલ્મનું કરી ચૂક્યા છે શૂટિંગ

બોલિવૂડના એક્ટર ઇરફાને આપણી વચ્ચેથી વિદાય લીધાને એક મહિનો વીતી ગયો છે પરંતુ તેમના વિશે દરરોજ કોઈને કોઈ વાત સાંભળવા મળે છે. ઇરફાને છેલ્લે અંગ્રેજી મિડિયમમાં દેખા દીધી હતી અને તે ફિલ્મની ઇરફાનની અંતિમ ફિલ્મ માનવામાં આવી રહી છે પરંતુ તે તેમની અંતિમ ફિલ્મ નથી. તેમના નિધન અગાઉ ઇરફાન સપના દીદી ફિલ્મમાં ત્રણ દિવસનું શૂટિંગ કરી ચૂક્યા હતા. એમ મનાય છે કે ઇરફાનના ફેન્સને હજી પણ પડદા પર તેમની એકાદ ઝલક જોવા મળી શકે છે.

‘સપના દીદી’માં દેખાશે ઈરફાન

ઇરફાનની સાથે સુપરહિટ ફિલ્મો આપનારા દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે ઇરફાન સાથેના તેમના સંબંધોનો ઉલ્લેખ કરતાં એક સ્ક્રીનપ્લે લખ્યું છે. તેમાં તેમણે ઇરફાન સાથે સંકળાયેલા ઘણા માર્મિક પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે ઇરફાન અને દિપીકા પાદૂકોણે સાથે તેમણે ફિલ્મ સપના દીદીનું શૂટિંગ શરૂ કરી દીધું હતું.

3 દિવસનું શૂટિંગ કર્યુ હતુ

વિશાલની આ ગેંગસ્ટર આધારિત ફિલ્મ હાલમાં તો આગળ વધતી દેખાતી નથી પરંતુ જે રીતે તેમણે ઇરફાનને ધ્યાનમાં રાખીન સ્ક્રીન પ્લે  લખ્યો છે તે જોતાં એમ લાગે છે કે તેઓ ભવિષ્યમાં પોતાની ફિલ્મમાં ઇરફાનની ઝલક જરૂર દેખાડશે. એમ કહેવાય છે કે સપના દીદીનું ત્રણ દિવસનું શૂટિંગ ઇરફાને કર્યું હતું. વિશાલે લખ્યું  છે કે તેઓ ઇરફાનની ખબર પૂછવા લંડન ગયા હતા તો બંને એક પાર્કમાં બેઠા હતા. એવામાં એક કબૂતર આવીને ત્યાં પડ્યું, તે મરી રહ્યું હતું. ઇરફાને પોતાના હાથમાં રહેલી કોફીને કપ ઢોળી દીધો અને તેમાં પાણી ભરીને લાવ્યા. પણ કબૂતર ઉડ્યું નહીં. ત્યારે ઇરફાને વિશાલને કહ્યું હતું કે એક કબૂતર ઉડી ગયું બીજું ઉડવાની તૈયારીમાં છે. 29મી એપ્રિલે ઇરફાનનું નિધન થયું હતું તેઓ પોતાની પાછળ લાખો પ્રશંસકો અને સાથે સાથે એક ફિલ્મ પણ મૂકતા ગયા છે જે ફિલ્મ તેમને ધ્યાનમાં રાખીને જ લખાઈ હતી.

READ ALSO

Related posts

આમ આદમી માટે રાહતના સમાચાર/ 10 રૂપિયે કિલો સુધી સસ્તી થઇ ડુંગળી, ચેક કરી લો આજનો 1 કિલોનો ભાવ

Bansari

સુરત/ ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ થઈ પૂર્ણ, કુલ 2.07 કરોડની મત્તા કરી જપ્ત

pratik shah

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!