શેર બજાર દરરોજ નવી નવી ઉંચાઈને પાર કરી રહ્યુ છે. સેંસેક્સ અને નિફ્ટી પોતાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. ત્યારે આવા સમયે નવા વર્ષમાં કમાણીનો વધુ એક જબરદસ્ત મોકો મળવાનો છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે સરકારી કંપની IRFC નો IPO બજારમાં આવવાનો છે. IRFCનો આ IPO દેશમાં કોઈ પણ NBFCનો પહેલો IPO હશે.
18 જાન્યુઆરીથી ખુલશે IRFC નો IPO
ઈંડિયન રેલ્વે ફાઈનાંન્સ કોર્પોરેશન (IRFC)નો IPO હવે થોડા દિવસ બાદ 18 જાન્યુઆરીથી ખુલવાનો છે. જેનો પ્રાઈસ બૈંડ 25-26 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ બાદ રોકાણકારો પાસે આ IPOમાં પૈસા લગાવાનો મોકો મળશે. એંકર રોકાણકારો માટે આ IPO 3 દિવસ પહેલા 15 જાન્યુઆરીથી ખુલશે. આ ઈશ્યૂ 20 જાન્યુઆરીથી બંધ થશે. સરકારની આ યોજના IPO દ્વારા 4,633.4 કરોડ એકઠા કરવાના છે.

178 શેર જારી કરવામાં આવશે
Indian Railway Finance Corporation (IRFC)ના IPOમાં 1,78,20,69,000 (178 કરોડ) ઈક્વિટી શેર જાહેર કરવામાં આવશે. જેમાં ક્રેશ શેયર 1,18,80,46,000 (118 કરોડ) છે. જ્યારે ઓફ ફોર સેલ 59,40,23,000 ઈક્વિટી શેર છે. આ IPO માટે IRFC કુલ 178 કરોડ શેર જાહેર કરશે. કંપની પોતાના પુરા પેડ અપ ઈક્વિટી કૈપિટલનો 13.64 ટકા શેર આ IPO માટે જાહેર કરશે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….