GSTV

મોહમ્મદ શમીની બેટિંગ જોઈ ઇરફાનને આશ્ચર્ય, ફેન્સે કહ્યુ ભારતીય ટીમના ઓપનર ટેન્શનમાં આવી જશે

ધોની

Last Updated on May 30, 2020 by Ankita Trada

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે. સરકારે થોડી મુક્તિ આપી છે, પરંતુ હજી રમતગમત શરૂ થઈ શકી નથી. ખેલાડીઓ ઘરમાં જ પોતાની રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. કોઈ પોતાના પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરે છે તો કોઈ ટ્રેનિંગ લઈ રહ્યું છે. રમતો ભલે અટકી ગઈ હોય, પરંતુ ખેલાડીઓ સોશિયલ મીડિયા પર તો વ્યસ્ત જ રહે છે. ઝડપી બોલર મોહમ્મદ શમી પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને સારી એવી લાઇક્સ મળી રહી છે અને ફેન્સ તેની ઉપર કમેન્ટ પણ કરી રહ્યા છે.

બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે

આ વીડિયોમાં શમી તેના ઘરમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકો છો કે તે બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. શમીની સામે એક વ્યક્તિ ઝડપી બોલિંગ કરી રહ્યો છે. સામે છેડે શમી પણ આસાનીથી બેટિંગ કરી રહ્યો છે. ખુલ્લા મેદાનમાં રમનારો શમી તેના ઘરમાં જ રહીને બેટિંગ કરી રહ્યો છે.

મોહમ્મદ કૈફનો નાનો ભાઈ

રસપ્રદ વાત તો એ છે કે, તે બોલિંગની નહીં પરંતુ બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. શમીને બેટિંગ કરતો જોઇને ઇરફાન પઠાણે રસપ્રદ કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે બોલિંગ? જવાબમાં શમી લખે છે કે મોહમ્મદ કૈફનો નાનો ભાઈ.
એક યુઝરે તો લખ્યું છે કે, આવી બેટિંગ કરશો તો ભારતીય ટીમના ઓપનર ટેન્શનમાં આવી જશે. બીજાએ લખ્યું છે કે, શમીભાઈ ડિફેન્સ કરો છો તમારા લોંગ શોટ અમને યાદ છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે ભારતીય ટીમને નવો બેટ્સમેન મળી ગયો છે.

READ ALSO

Related posts

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari

Indian Currency: એક રૂપિયાનો જુનો સિક્કો બનાવી શકે છે કરોડપતિ, ક્યાંક તમારી પાસે તો નથીને આ જુનો સિક્કો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!