ઈરફાન પઠાણે હાલમાં જ પોતાના ઘરે અફઘાનિસ્તાનના ક્રિકેટરો માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. ઈરફાન પઠાણના ઘરે યોજાયેલી આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી અને સિંગર અદનાન સામી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન સૌનું ધ્યાન ઈરફાન પઠાણની પત્ની પર ગયું જે પહેલીવાર બુરખા વગર જોવા મળી હતી.

સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994ના રોજ થયો હતો. તેણીનો ઉછેર સાઉદી અરેબિયાના જેદ્દાહ જિલ્લાના અઝીઝિયામાં થયો હતા. સફા બેગે સાઉદી અરેબિયાની ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. સફા અને ઈરફાનની મુલાકાત વિશે કોઈ માહિતી નથી, પરંતુ એવું કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત 2014માં દુબઈમાં થઈ હતી. જે બાદ બંનેએ 2016માં લગ્ન કરી લીધા હતા.

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણનો જન્મ 23 ઓક્ટોબર 1984ના રોજ થયો હતો જ્યારે તેની પત્ની સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994ના રોજ સાઉદી અરેબિયામાં થયો હતો. ઈરફાન પઠાણની પત્ની તેના કરતા 10 વર્ષ નાની છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2014માં થઈ હતી. ઈરફાન પહેલી નજરમાં જ સફાના પ્રેમમાં પડી ગયો હતો. બંને વચ્ચે લગભગ 10 વર્ષનું અંતર છે.

ઈરફાન અને સફાએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ત્યારપછી ઈરફાને વડોદરામાં સફાનો પરિચય તેના માતા-પિતા સાથે કરાવ્યો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. 4 ફેબ્રુઆરી 2016ના રોજ ઈરફાન પઠાણ અને સફા બેગના લગ્ન થયા. તે જ સમયે, 20 ડિસેમ્બર, 2016ના રોજ, બંને એક બાળકના માતા-પિતાબન્યા.

સફા બેગ ખૂબ જ સુંદર છે. તે મિડલ ઈસ્ટ એશિયામાં એક મોટી મોડલ પણ રહી ચુકી છે અને ત્યાંના ઘણા મોટા ફેશન મેગેઝીનમાં તેની તસવીરો પ્રકાશિત થઈ છે. આટલું જ નહીં, સફા એક ઉત્તમ નેઇલ આર્ટિસ્ટ તરીકે પણ જાણીતી છે. તેનું ફ્લિકર પેજ નામનું એક પેજ પણ છે.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/K2PGXCtwT948Im49fwbfsd
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ