GSTV
Gujarat Government Advertisement

મેન ઓફ ધ મેચ બનવા છતાં મને તક મળી ન હતી, આ ક્રિકેટરે ધોનીનું નામ લીધા વગર જ કર્યો પ્રહાર

Last Updated on June 1, 2020 by Ankita Trada

એક ઓલરાઉન્ડર તરીકે ઇરફાન પઠાણનો રેકોર્ડ અત્યંત પ્રભાવશાળી છે. તે ભારત માટે 29 ટેસ્ટ, 120 વન-ડે અને 24 ટી20 મેચ રમ્યો હતો. એક સમયે તેની સરખામણી કપિલદેવ જેવા દિગ્ગજ ઓલરાઉન્ડર સાથે થતી હતી. તેણે ટેસ્ટ કરિયરમાં 100 વિકેટ અને વન-ડેમાં 1544 રન તથા 174 વિકેટ ઝડપી હતી. ટી20માં તેના નામે 28 વિકેટ હતી. અચાનક જ ઇરફાન ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયો અને પછી ક્યારેય રમ્યો નહીં. ઇરફાન પઠાણને આજે પણ એ વાતનો અફસોસ છે કે, તે પોતાની અંતિમ વન-ડે અને અંતિમ T-20માં મેન ઓફ ધ મેચ રહ્યો હોવા છતાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ માટે તેણે એ વખતના સુકાની મહેન્દ્રસિંહ ધોનીનું નામ લીધા વિના જ તેની ઉપર પ્રહારો કર્યા છે.

કોચ અને કેપ્ટનના પોતાના અલગ વિચારો હોય

તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, વર્ષ 2008માં ગેરી કર્સ્ટન ભારતીય ટીમના કોચ બનીને આવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ બદલાતી રહી હતી. હું આ માટે કોચ કે અન્ય કોઈને દોષિત માનતો નથી કેમ કે, દરેક કોચ અને કેપ્ટનના પોતાના અલગ વિચારો હોય છે. એક માહોલ બનાવી દેવામાં આવ્યો હતો કે, હું સ્વિંગ કરી શકતો નથી. લોકો મારા સ્વિંગ અને સ્પીડને લઈને વાતો કરતા હતા. હું કોઈ મેચ રમતો હતો તો નવા બોલ સાથે પ્રારંભ કરતો હતો. કોઈ ઓપનરને તમે સાતમા ક્રમે મોકલો તો તેની રમતમાં ફરક તો પડવાનો જ છે. કેપ્ટનની ભૂમિકા એ છે કે, તે ખેલાડીને સપોર્ટ કરે. જો તમે કોઈ ખેલાડીની ભૂમિકા બદલો છો તો તમારે તેને સપોર્ટ કરવો જોઇએ.

હું કમનસીબોની યાદીમાં હતો

ઈરફાને કહ્યું કે, મને પડતો મુકાયો ત્યાર પહેલાની વન-ડેમાં હું મેન ઓફ ધ મેચ હતો. અંતિમ ટી20માં પણ મને એવોર્ડ મળ્યો હતો. રિદ્ધિમાન સહા એક વર્ષ બાદ ટીમમાં આવ્યો હતો. રિશભ પંતને બે સદી ફટકાર્યા બાદ પડતો મુક્યો હતો. ક્યારેક ખેલાડીને સપોર્ટ અપાય છે ક્યારેક નહીં. તેઓ નસીબદાર હોય છે. હું કમનસીબોની યાદીમાં હતો. એક વાર શ્રીલંકા સામે મેં અને યુસુફ પઠાણે મળીને ટીમને વિજય અપાવ્યો હતો. મેં જયસૂર્યાને આઉટ કર્યો હતો. બેટિંગમાં કમાલ કરીને મેચમાં વિજય અપાવ્યો હતો. કોઈ બીજો ખેલાડી હોત તો આ પ્રદર્શનને આધારે તે એક વર્ષ સુધી ટીમમાં રમ્યો હોત.

ખેલાડીની માફક મને સપોર્ટ મળ્યો નથી

ત્યારબાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પાંચ વન-ડે રમ્યું અને તેમાંથી એકેયમાં મને લેવામાં આવ્યો ન હતો. આ અંગે મેં ગેરી કર્સ્ટનને પૂછ્યું કે મારી સાથે આમ કેમ થયું છે તો તેમણે કહ્યું કે, મારા હાથમાં કાંઈ નથી. ધોની સાથે 2008માં આ અંગે વાત કરી કે, હું શું કરું તો સારો દેખાવ થઈ શકે તો તેણે કહ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે. કોઈ સમસ્યા નથી. આમ જેટલી વાર મને સપોર્ટ મળવો જોઇએ તે મળ્યો ન હતો તેમ કહીને ઇરફાને ઉમેર્યું હતું કે એક પસંદગીકારે પણ કબૂલ્યું હતું કે અન્ય ખેલાડીની માફક મને સપોર્ટ મળ્યો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!