GSTV

પોતાને આગામી હાફીઝ સઈદ કહેનારા યુઝર પર ઇરફાન પઠાણ બગડ્યો

ઇરફાન

Last Updated on July 4, 2020 by Bansari

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ તેના સૌમ્ય સ્વભાવ માટે જાણીતો છે પરંતુ એક યુઝર પર તેણે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે કેમ કે તે યુઝરે ક્રિકેટર ઇરફાન પઠાણની સરખામણી પાકિસ્તાનના આતંકલાદી હાફીઝ સઈદ સાથે કરી હતી.

ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ટ્વિટરનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. જેમાં એક આર્ટિકલ પર યુઝરે ઈરફાન પઠાણને લઈને અણછાજતી કોમેન્ટ કરી હતી.

ઇરફાને શેર કર્યો સ્ક્રીનશોટ

કૃતિકા હિન્દુ નામની ટવિટર યુઝરે લખ્યું હતું કે ઇરફાન પઠાણ પોતાની એ ઇચ્છા છુપાવી શકતો નથી કે તે આગામીહાફિઝ સઇદ બનવા માગે છે. જે જમાત ઉદ દાવા સંગઠનનો વડો છે.

વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું નિરાશાજનક

આ અંગે ઇરફાન પઠાણે દુ:ખ પણ વ્યક્ત કર્યું છે અને લખ્યું છે કે કેટલાક લોકોની માનસિકતા જ આવી હોય છે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. શરમજનક નિરાશાજનક

જોકે ઋચા ચડ્ડા, વત્સલ સેઠ તથા અન્ય ક્રિકેટ ફેન્સે ઇરફાનને આ પ્રકારની કમેન્ટને નજરઅંદાજ કરવાની સલાહ આપી છે. કેટલાકે એમ લખ્યું છે કે આવા લોકોને મહત્વ આપવું જ જોઇએ નહીં કેમ કે તેને કારણે જ તેમને વેગ મળતો હોય છે.

Related posts

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari

Indian Currency: એક રૂપિયાનો જુનો સિક્કો બનાવી શકે છે કરોડપતિ, ક્યાંક તમારી પાસે તો નથીને આ જુનો સિક્કો

pratik shah

Tokyo Olympics / રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં એન્ટ્રી મારતા ભારતને અપાવી શકે છે વધુ એક મેડલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!