GSTV

ઇરફાન પઠાણને ઘરેલૂ ક્રિકેટમાં પણ મળ્યો ઝટકો

Last Updated on October 31, 2017 by

ક્યારેક ભારતીય ટીમનો સ્ટાર બૉલર રહી ચૂકેલો ઇરફાન પઠાણનો હાલમાં સારો સમય નથી ચાલી રહ્યો, તેણે બરોડા રણજી ટીમની કેપ્ટન્સી પરથી હરાવી દીધો છે. સોમવારે બરોડા ક્રિકેટ એસોસિયેશન ઇરફાન પઠાણની જગ્યાએ નવા કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. દીપક હુડ્ડાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ બરોડા ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી કરી હતી.

BCAના સેક્રેટરી જણાવ્યુ, ”અમે હુ્ડ્ડાને નવો કેપ્ટન બનાવી રહ્યા છે અને કેદાર દેવધરને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવશે.” આ સિઝનની પહેલી 2 રણજી મેચમાં બરોડા ટીમમાંથી પ્રતિનિધિત્વ કરનાર પઠાણને 1 નવેમ્બરના ત્રિપુરા વિરુદ્ઘ રમવામાં આવનારી મેચના ટીમમાં શામેલ નથી કરવામાં આવ્યો. BCAના સેક્રેટરીએ જણાવ્યુ કે, 33 વર્ષીય અનુભવી ખેલાડી પઠાણને ટીમમાં એટલા માટે શામેલ નથી કરવામાં આવ્યો જેથી અન્ય યુવા ખેલાડીઓને ટીમમાં ચાન્સ મળે.” તેમણે આગળ કહ્યુ કે, ”પઠાણે આગળની 2 મેચ રમી છે. અમારે અમારી સિસ્ટમને ફૉલો કરવી પડશે.અમે આ સિસ્ટમને યુવા ટીમ માટે બનાવી છે. આ કારણથી અમે યુવા ખેલાડીઓને રમવાનો ચાન્સ આપવા માંગીએ છીએ.”

એક સમયના ભારતીય ટીમના સારા ખેલાડીઓમાંથી એક રહેલા ઇરફાન પઠાણ છેલ્લા 5 વર્ષથી ટીમમાં પોતાની જગ્યા નથી બનાવી શક્યો. પઠાણે ભારતીય ટીમની તરફથી છેલ્લી વખત T-20 મેચ 2012માં રમી હતી. IPL 10ની કોઇ ટીમે  પઠાણને પોતાની ટીમમાં લીધો પણ  ન હતો.

Related posts

IND vs SL / શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવતાની સાથે ટી-20 સીરીઝ પર કર્યો કબ્જો, ટીમ ઇન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

વિરાટ કોહલી પર થશે મોટી કાર્યવાહી: રૂપિયા કમાવાની આડમાં આવા ધંધા કરતો ઝડપાયો, થઈ ગયો મોટો હોબાળો

Pravin Makwana

VIDEO: શ્રીલંકા વિરુદ્ધ મેચમાં રાહુલે બાઉન્ડ્રી પર એવો કેચ પકડી લીધો કે, બેટ્સમેન જોતો જ રહી ગયો, જોઈ લો તમે પણ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!