GSTV
Home » News » યુસુફ પઠાણનો શાનદાર કેચ, ભાઈ ઈરફાને પુછ્યુ-“ આ ચકલી છે કે શું?”, રાશિદે પણ કરી મઝેદાર ટ્વીટ

યુસુફ પઠાણનો શાનદાર કેચ, ભાઈ ઈરફાને પુછ્યુ-“ આ ચકલી છે કે શું?”, રાશિદે પણ કરી મઝેદાર ટ્વીટ

હાલનાં દિવસોમાં ટી20 ક્રિકેટની ધમાલ આખી દુનિયામાં ચાલી રહી છે. આવતા વર્ષે થનારી ટી 20 વર્લ્ડકપ અને ડિસેમ્બરમાં થનારી આઈપીએલની નિલામીને જોતા તમામ દિગ્ગજો અને પસંદકરનારા લોકોની નજર પણ યુવા ખેલાડીઓ પર ટકેલી છે. જે આ મેચમાં દમ બતાવી રહ્યા છે. ભારતની સ્થાનિક ટી-20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ તેમાથી એક છે. શુક્રવારે આ ટુર્નામેન્ટમાં વડોદરા અને ગોવાની વચ્ચે મેચ રમાઈ હતી જે ઘણી રોમાંચિત હતી. મેચનાં અંતિમ ક્ષણોમાં 36 વર્ષનાં યૂસુફ પઠાણનો એક કેચ ચર્ચાનો વિષય બની ગયો હતો.

ટી 20 ક્રિકેટમાં યુવા ખેલાડીઓની ખૂબ માંગ રહે છે. પરંતુ 36 વર્ષીય યૂસુફ પઠાણે બતાવ્યુ છેકે, તે એકદમ ફીટ છે. વડોદરાની ટીમે 150 રનનો સ્કોર બનાવ્યો હતો. અને તેમની ટીમ આ સ્કોરના બચાવમાં મેદાનમાં ઉતરી હતી. ગોવાનાં કેપ્ટન દર્શન મિસલ સારું રમી રહ્યા હતા. જ્યારે તેઓ 27 રન પર હતા. ત્યારે રિષી અરાઠેના બોલ પુર તેમણે શોર્ટ કવર દિશામાં એક શોટ એવો રમ્યો કે ત્યાં ઉભેલાં યુસુફ પઠાણે એક જોરદાર ડાઈવ લગાવીને કેચ પકડી લીધો હતો.

ત્યારબાદ યૂસુફનાં ભાઈ અને ભારતીય ટીમનાં પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે તેનો વીડિયો ટ્વીટ કર્યો હતો. અને સુપરમેન ફિલ્મનાં ફેમસ ડાયલોગને શબ્દોમાં લખ્યો હતો. “શું આ ચકલી છે?ના આ યુસુફ પઠાણ છે. લાલા આજે શાનદાર કેચ કર્યો. સિઝનની પહેલાંની મહેનત રંગ લાવી છે.”

યુસુફ પઠાણની આ ટ્વીટ પર તમામ દિગ્ગજોનાં જવાબ આવવાના શરૂ થઈ ગયા હતા. અફઘાનીસ્તાની સ્પિનર અને હૈદરાબાદ સનરાઈઝર્સમાંથી રમતા રાશિદ ખાને લખ્યુ, સુંદર કેચ યુસુફ ભાઈ, આ પઠાણનાં હાથ છે, ઠાકુર. તેની ઉપર ઈરફાને જવાબ આપ્યો હતો, હાહા, સાચુ કહ્યુ, પઠાણોનાં હાથો અને કાંડામાં જાદુ હોય છે.

તેના સિવાય બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી અને ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ પણ ટ્વીટ કર્યુ હતુ.

યુસુફે કેચ તો શાનદાર ઝડપ્યો હતો. પરંતુ આ મેચમાં તે ઝીરો રનમાં જ આઉટ થઈ ગયા હતા. યુયશ પ્રભુદેસાઈ અને આદિત્ય કૌશિકની ઈનિંગના દમમાં ગોવાએ 4 વિકેટની સાથે મેચ પોતાના નામે કરી હતી.

READ ALSO

Related posts

સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો, રવિવારે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Mansi Patel

ન સિગરેટ, ન શરાબ, ગબ્બરને હતી આ વસ્તુની લત, સેટ પર લઈ આવ્યા હતા ભેંસ

NIsha Patel

અલીબાબા : 1 સેકન્ડ, 1 મીનિટ અને 1 દિવસના વેચાણના આંક કેટલાય દેશોની જીડીપી બરાબર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!