GSTV

છેલ્લી ઓવરમાં જરૂરી હતા 35 રન, આ બેસ્ટમેને સતત 6 સિક્સર મારીને પૂરી કરી દીધી મેચઃ ભાઈએ પણ લીધી હતી હેટ્રિક

Last Updated on July 17, 2021 by Harshad Patel

ક્રિકેટના મેદાન પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના 6 સિક્સરો કોઈ ભૂલી શકે નહીં. 2007 માં આયોજીત ટી 20 વર્લ્ડ કપમાં તેણે ઇંગ્લેન્ડ સામે આ પરાક્રમ કર્યું હતું. યુવરાજ સિવાય બીજા ઘણા ક્રિકેટરો પણ છે જેમણે આ કામ કર્યું છે. તાજેતરમાં જ વધુ એક ખેલાડીએ એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી છે.

આયર્લેન્ડના ખેલાડીએ કર્યું આ કારનામું

હવે એક આઇરિશ ખેલાડીએ સ્થાનિક ટૂર્નામેન્ટમાં એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી છે. આ બેટ્સમેનનું નામ જ્હોન ગ્લાસ છે. કમાલની વાત એ છે કે ગ્લાસ ફક્ત 21 વર્ષનો છે. લગાન વેલી સ્ટીલ્સ ટી 20 ટ્રોફીની ફાઈનલ મેચમાં નોર્ધન આયરિશ ક્લબ બાલીમેનોને ક્રેગાધો વિરુધ છેલ્લી ઓવરમાં 35 રનની જરૂરિયાત હતી. ત્યારે ગ્લાસે સતત 6 સિક્સર ફટકારી હતી અને 6 સિક્સર ફટકારીને તેની ટીમને ચેમ્પિયન બનાવી દીધી હતી.

એકલા હાથે 87 રન બનાવ્યા

છેલ્લી ઓવરમાં 6 સિક્સર ફટકારનારા જોન ગ્લાસે આ મેચમાં અણનમ 87 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ક્રેગાધોની ટીમે 7 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા હતા. જવાબમાં બાલિમેનાએ પણ 7 વિકેટના નુકસાન પર 148 રન બનાવ્યા. બાલિમેનાને છેલ્લી ઓવરમાં 35 રનની જરૂર હતી, જ્યારે ગ્લાસે 6 સિક્સર ફટકારીને મેચને પૂરી કરી દીધી. આ મેચ જીત્યા બાદ બાલિમેનાની ટીમે જોરદાર ઉજવણી કરી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગ્લાસના મોટા ભાઈએ પણ કરી હતી કમાલ

આ મેચમાં જ્હોને 6 સિક્સર ફટકારતા પહેલા તેના મોટા ભાઈ સેમ ગ્લાસે પણ શાનદાર કમાલ કરી હતી. સેમે તેની બોલિંગમાં હેટ્રિક લીધી. આ મેચમાં તેણે માત્ર 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં બંને ભાઈઓની અદ્ભુતતાએ તેમની ટીમને વિજેતા બનાવી દીધી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!