GSTV

મની પ્લાન્ટ બની શકે છે આર્થિક બરબાદીનું કારણ !

Last Updated on November 28, 2017 by

મોટા ભાગના લોકો પોતાની ઓફિસ કે ઘરમાં મની પ્લાન્ટ જરૂર લગાવે છે તે પણ બીજા કોઈને ત્યાંથી ચોરીને. કારણ કે લોકો માને છે કે મની પ્લાન્ટ એ સુખ અને સમૃદ્ધિ લઇને આવે છે જેથી 95 ટકા લોકો આ પ્લાન્ટ વાવે છે. પરંતુ ઘણી વાર એવુ થાય છે  કે મની પ્લાન્ટ વાવ્યા બાદ પણ આર્થિક સ્થિતિમાં કોઈ ફેર નથી પડતો અથવા તો મની પ્લાન્ટ લગાવ્યા બાદ આર્થિક સ્થિતિ વધારે વણસી જાય છે. મની પ્લાન્ટ આર્થિક સ્થિતિ સુધારવા માટે  લગાવાય છે ત્યારે નાની ભૂલ તમને નુકસાન ન કરે તે ધ્યાનમાં રાખવું જોઈએ.

આમ ન થાય તે માટે વાસ્તુની ટિપ્સ પ્રમાણે મની પ્લાન્ટ વાવવો જોઈએ.

વાસ્તુ પ્રમાણે દરેક છોડ માટે એક ચોક્કસ દિશા નક્કી હોય છે એ પ્રમાણે તેને મૂકવામાં આવે તો આસપાસનો માહોલ સકારાત્મક રહે છે.

વાસ્તુ પ્રમાણે મની પ્લાન્ટને  અગ્નિ ખૂણામાં મૂકવો જોઈએ. અગ્નિ એટલે કે  દક્ષિણ પૂર્વમાં રાખવો જોઈએ. કારણ કે  તે દિશા ગણપતિની ગણાય છે.  અને આ દિશાનું પ્રતિનિધિત્વ શુક્ર ગ્રહ કર છે.

ગણેશજી મંગળ કરનારા છે તો શુક્ર સુખ સમૃદ્ધિનો કારક છે.

મની પ્લાન્ટને ક્યારેય ઇશાન કોણ એટલે કે   ઉત્તર પૂર્વમાં ન રાખવો જોઈએ.  તેમ થવાથી આર્થિક નુકસાન થવાની શક્યતાઓમાં ઘણો વધારો થાય છે. કારણ કે બૃહસ્તપિત ગ્રહ આ ખૂણાનો પ્રતિનિધિ છે અને શુક્ર તથા બૃહસ્પતિ શત્રુનો સંબંધ ધરાવતા હોવાથી  શુક્રની ચીજવસ્તુઓ આ ખૂણામાં રાખવાથી નુકસાન થાય છે.

Related posts

ચાણક્ય નીતિ : આ કામ કરી શકે છે માતા લક્ષ્મીને નારાજ, ઘરમાં આવે છે આર્થિક તંગી અને ગરીબી

Zainul Ansari

પિતૃ પક્ષ/ પૂર્વજોનો આશિર્વાદ મેળવવા આ જરૂરી વાતોને રાખો ધ્યાનમાં, મળશે અપરંપાર ખુશીઓ

Bansari

વાસ્તુ ટિપ્સ/ તમે પણ આવા કામ કરતાં હોય તો તરત જ છોડી દો, નહીંતર ગરીબી તરફ ધકેલાતા વાર નહીં લાગે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!