GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

હવે મળશે મેડિક્લેમ પોલિસીમાં ‘કોરોના કવચ’, IRDA એ આ વીમા કંપનીઓને આપી મંજૂરી

દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેવા સમયે વીમા ક્ષેત્રની નિયમનકાર IRDA એ 29 જનરલ અને હેલ્થ વીમા કંપનીઓને ટૂંકી મુદતની ‘કોરોના કવચ’ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસી બજારમાં રજૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે.

પોલિસીમાં આવરી લેવાશે કોરોના ખર્ચ

આ પૉલિસી હેઠળ કોરોનાની બીમારીના મેડીકલ ખર્ચને આવરી લેવાશે. કેટલીક વીમા કંપનીઓએ રૂ. 50,000થી રૂ. 5 લાખની રકમની સાડા ત્રણ મહિના, સાડા છ મહિના અને સાડા નવ મહિનાની ‘કોરોના કવચ’ પોલિસીઓ લોન્ચ કરી છે.

IRDA

29 ખાનગી સરકારી વીમા કંપનીઓને મંજૂરી

ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ અને નેશનલ ઈન્સ્યોરન્સ સહિતની સરકારી અને ખાનગી 29 જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓને કોરોના કવચ પોલિસી રજૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.

IRDA ની મંજૂરી બાદ ચોક્કસ હેલ્થ કવર લોન્ચ

લોન અને વીમા ક્ષેત્રની એક અગ્રણી ઓનલાઈન એગ્રેગેટર કંપનીના હેલ્થ ઈન્સ્યોરન્સના વડા અમિત છાબરાએ જણાવ્યું હતું કે, વીમા નિયમનકાર ઈરડાની મંજૂરી પછી મોટાભાગની અગ્રણી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓએ કોરોનાની બીમારીને આવરી લેતાં ચોક્કસ હેલ્થ કવર લોન્ચ કર્યા છે. આ પોલિસીના પ્રીમિયમની રકમ અલગ અલગ છે.

IRDA

18થી 65 વર્ષના લોકોને મળશે ‘કોરોના કવચ’

કોરોના કવચ પોલિસી 18 વર્ષથી 65 વર્ષની વય વચ્ચેની વ્યક્તિ માટે ઉપલબ્ધ છે, જે મહત્તમ 15 દિવસના હોસ્પિટલાઈઝેશનના સમય દરમિયાન સમ એશ્યોર્ડના 0.5 ટકાના દૈનિક રોકડ લાભના વૈકલ્પિક કવચ સાથે આવે છે.

IRDA એ જણાવ્યું હતું કે, લોકો વીમા કંપનીઓ પાસેથી કોરોનાની વીમા પોલિસી મેળવી શકે છે. આ પોલિસી વ્યક્તિ પોતાના માટે, પત્ની, માતા-પિતા, સાસુ-સસરા અને તેમના પર આશ્રિત 25 વર્ષની વય સુધીના સંતાનો માટે મેળવી શકે છે.

એક ખાનગી વીમા કંપનીએ કોરોના કવચ પોલિસી લોન્ચ કરતાં જણાવ્યું હતું કે, નવી પોલિસી સરકાર દ્વારા નિયુક્ત નિદાન કેન્દ્રમાંથી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી કોરોનાની સારવાર માટે હોસ્પિટલાઈઝેશનના  કારણે થતો ખર્ચ કવર કરશે.

સાથે સાથે કો-મોર્બિડીટીની સારવારનો ખર્ચ પણ આવરી લેવાશે

વધારામાં આ પોલિસી કોવિડ-19 માટેની સારવાર સાથે કો-મોર્બિડીટીની સારવારનો ખર્ચ પણ આવરી લેશે. વધુમાં તેમાં મેડિકલ પ્રેક્ટિશનરની સલાહને પગલે પોતાના ઘરે જ સારવાર ઈચ્છતા લોકો માટે પણ પોલિસીમાં 14 દિવસ સુધીના હોમ કેર એક્સપેન્સને આવરી લેવામાં આવ્યો છે.

એલોપથી ઉપરાંત સારવાર પદ્ધતિઓનો ખર્ચ પણ આવરી લેવાશે

કેટલીક પોલિસીમાં આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમીયોપથી (આયુષ) હેઠળ સારવારનો ખર્ચ પણ આવરી લેવાયો છે. ઈરડાઈએ જણાવ્યું હતું કે, આ પોલિસીઓમાં કોવિડની સારવાર માટે સરકાર દ્વારા બનાવાયેલી કામચલાઉ હોસ્પિટલોને પણ એક હોસ્પિટલ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે.

READ ALSO:

Related posts

BIG NEWS: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આઠ દર્દીના નિપજ્યા કરૂણ મોત

pratik shah

દાનનો ધોધ વહ્યો: મોરારી બાપૂની એક હાકલ પર ભક્તોએ કરી દીધો રૂપિયાનો ઢગલો, 5 કરોડમાં દાનની સામે મળ્યા 18 કરોડ રૂપિયા

Pravin Makwana

માઈભક્તો માટે આવી ખુશ ખબર: 5 મહિના બાદ ખુલી જશે જગતજનની માં વૈષ્ણોદેવીના દ્વાર, આ તારીખથી શરૂ થશે યાત્રા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!