GSTV

હેલ્થ ઈંશ્યોરન્સ પૉલિસી લેનારા લોકો માટે મોટા સમાચાર, હવે ગ્રીન-રેડ અને ઓરેંજ કલરથી કરો પોતાની Policyની ઓળખ

વીમા પોલિસી ધારકો અને વીમા કંપનીઓનું કામ સરળ બનાવવા માટે, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ આઈઆરડીએઆઈ (IRDAI) એ એક મોટો નિર્ણય લીધો છે. IRDAIના આ નિર્ણય પછી, તમારી આરોગ્ય વીમા પોલિસીમાં લીલો, લાલ અને નારંગી કલરનો કોડ હશે. ગ્રાહકો આ રંગ કોડ દ્વારા તેમની પોલિસીને ઓળખવામાં સમર્થ હશે. ટૂંક સમયમાં જ તમે તમારી પોલિસીમાં શું કવર થઈ રહ્યું છે અને શું નહી તે રંગ જોઈને ઓળખવામાં સમર્થ હશો… ચાલો જાણીએ રંગ કોડિંગ વિશે વિગતવાર-

સ્કોરનાં હિસાબથી નક્કી થશે કલર કોડ

તમને જણાવી દઈએ કે વીમા લેતા ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અને ગેરરીતિ અટકાવવા માટે, ટૂંક સમયમાં તમામ લોકોની પોલિસીને 7 ધોરણો અનુસાર નક્કી કરવામાં આવશે. આ પછી જ, સ્કોર મુજબ તમારી પોલિસીનો રંગ કોડ નક્કી કરવામાં આવશે.

આ રીતે હશે આ સ્કોર

  • સૌથી સરળ વીમા પોલિસીનો કલર કોડ લીલો હશે અને તેનો સ્કોર શૂન્ય (0) થી 2 હશે.
  • નારંગી કલર કોડ ઉત્પાદન થોડું મુશ્કેલ હશે અને આ કેટેગરીનો સ્કોર 2 થી 4 નો રહેશે.
  • લીલા અને નારંગી રંગ કોડ પછી, સૌથી વધુ મિશ્રિત કેટેગરી લાલ હશે અને આ માટેનો સ્કોર 4 થી 6 સુધીનો હોવો જરૂરી જોઈએ.

સ્કોરિંગનું પેરામીટર

જણાવી દઇએ કે, સ્કોરિંગ 7 ધોરણોના આધારે કરવામાં આવશે. આમાં, બધાને 14.28 ટકા વજન આપવામાં આવશે.

વેઈટિંગ પીરિયડનાં મહીનાઓની સંખ્યા

વેઈટિંગ પીરિયડનાં દર મહિના માટે 0.15 સ્કોર

ડિડક્ટિબલ

ડિડક્ટિબલનાં દર 1 ટકા માટે 0.3 સ્કોર

ઓપ્શનલ કવરની સંખ્યા

દરેક ઓપ્શનલ કવર માટે 0.6 સ્કોર

પ્રોડક્ટમાં કો-પેની ટકાવારી

કો-પેનાં 5 ટકાથી ઉપર દરેક માટે 1 ટકા વધુ માટે 0.3 સ્કોર.

સબ લિમિટ્સ હેઠળ ઉપચાર પ્રક્રિયાઓ/ રોગોની સંખ્યા

દરેક બીમારી માટે 0.6 સ્કોર, જેની સબ લિમિટ છે.

પરમાનન્ટ એક્સક્લૂઝનની સંખ્યા

દરેક પરમાનન્ટ એક્સક્લૂઝન માટે 0.6 સ્કોર

નિયમ અને શરતો સિવાય સમય અને એક્સક્લૂઝન માટે 0.1 સ્કોર

ગ્રાહકોએ કલર કોડ જણાવવો પડશે

તમને જણાવી દઉં કે જો તમે પોલિસી લેશો તો તમારે કલર કોડ જાણવો જરૂરી છે. કંપનીઓએ જાહેરાત સમયે કલર કોડ જણાવવો પડશે અને વેબસાઇટ પર પણ પોલિસીની વિગતો સાથે સ્કોર અને કલર કોડનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે.

સ્ટાર હેલ્થના MDએ માહિતી આપી

સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સના એમડી ડો. એસ. પ્રકાશ કહે છે, “આ પગલું ઉત્પાદનની સમસ્યાઓ ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. પોલિસીની શરતોને ન સમજવાથી ઘણીવાર ગ્રાહકોના અસંતોષ અને દાવાની બરતરફ તરફ દોરી જાય છે. રંગ કોડિંગથી પ્રોડક્ટ પસંદ કરવામાં મદદ મળશે.

ગામડા અને નાના શહેરોના લોકોને લાભ મળશે

આ કલર કોડિંગની મદદથી ગામડા અને નાના શહેરોમાં રહેતા લોકોને મદદ મળશે. આજે પણ, ઘણા વિસ્તારોમાં રહેતા લોકોને વીમા જેવી વસ્તુઓ વિશે કોઈ માહિતી નથી. આ સાથે, વીમા કંપનીઓને તેમના ઉત્પાદનને વધુ સરળ બનાવવામાં મદદ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ટીઆરપીમાં ફરીથી અનુપમા સિરિયલે બાજી મારી, આ શોની થઈ છે નવી ધમાકેદાર એન્ટ્રી

Karan

મારાડોનાને વિદાય આપવા આવેલા હજારો ફેન્સ સાથે પોલીસની ઝપાઝપી, દિકરીઓએ આપી અંતિમ વિદાય

Karan

રોહિત શર્મા અંગે આખરે કોહલીએ મૌન તોડ્યું, શા માટે ટીમ સાથે આવ્યો નહીં તેનો આપ્યો જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!