GSTV

વાહનની કિંમત અને વીમા પ્રીમિયમ માટે આપવા પડી શકે છે બે ચેક

બિઝનેસ

નવા વાહન ખરીદનારને વાહનની કિંમત અને વીમા પ્રિમિયમની ચૂકવણી અલગ-અલગ ચેક દ્વારા કરવી પડી શકે છે. વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ જો એક સમિતિની મોટર વીમા સેવા MISP દિશાનિર્દેશોની સમીક્ષાની ભલામણને સ્વીકારી લે છે, તો તે વ્યવસ્થા લાગૂ થઈ શકે છે. પ્રાધિકરણની પ્રક્રિયાને તર્કસંગત કરવા માટે મંશાથી 2017માં MISP દિશાનિર્દેશ જાહેર કર્યો હતો. સાથે જ તેનો હેતુ વાહન ડિલરો દ્વારા વેચવામાં આવતા વાહનોના વીમાને વીમા કાયદો 1938ના પ્રાવધાનો હેઠળ લેવાનો હતો.

ઇન્શ્યોરન્સ

MSIPનો તાત્પર્ય વીમા કંપનીના કોઈ વીમા મધ્યવર્તી પ્રાધિકરણ દ્વારા નિયુક્ત વાહન ડીલર સાથે હતો. જે તેના દ્વારા વેચવામાં આવતા વાહનો માટે વીમા સેવા પણ ઉપલબ્ધ કરાવે છે. નિયામકે 2019માં MSIP દિશાનિર્દેશોના સમિક્ષા માટે એક સમિતિ ગઠિત કરી હતી. સમિતિએ MISP દ્વારા મોટર વીમા કારોબારની વ્યવસ્થા તરીકે પરિચાલન  માટે પોતાના રિપોર્ટમાં અનેક ભલીમણો કરી હતી. સમિતિએ અન્ય મુદ્દાઓ ઉપરાંત મોટર વાહન વીમા પોલીસી કરતા સમયે ગ્રાહકોને પ્રિમિયમ ચૂકવણીમાં હાજર વ્યવહારની સમીક્ષા કરી.

પારદર્શિતાનો અભાવ

સમિતિએ કહ્યું કે, હાજર પ્રણાલીમાં ગ્રાહક દ્વારા વાહન ડિલર પાસેથી પહેલી વાર વાહન ખરીદવા પર વીમા પ્રિમિયમની ચૂકવણીની કિંમતને લઈ પાર્દર્શિકાનો અભાવ છે. આમાં ગ્રાહક દ્વારા એક જ ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. MISP પોતાના ખાતાથી વીમા કંપનીને ચૂકવણી કરે છે. એવામાં ગ્રાહકને એ નથી ખબર હોતી કે તેના દ્વારા કરવામાં આવેલ વીમા પ્રિમિયમ કેટલું છે. કારણ કે આ વાહનની કિંમતમાં જ સામેલ હોય છે. સમિતિએ કહ્યું કે, પારદર્શિતાની કમી પોલિસીધારકના હિતમાં નથી હોતી. કારણ કે ગ્રાહક વીમાની સાચી કિંમત નથી જાણી શકતો. સાથે જ ગ્રાહકને કવરેજનો વિકલ્પ અને રિયાયત જેવી જાણકારી મળત નહીં.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!