GSTV
Home » News » વાહનચાલકો માટે આવ્યા ખરાબ સમાચાર, ચૂંટણી બાદ સરકાર આપશે મોટો ઝટકો

વાહનચાલકો માટે આવ્યા ખરાબ સમાચાર, ચૂંટણી બાદ સરકાર આપશે મોટો ઝટકો

ભારતીય વિમા નિયામક અને વિકાસ પ્રાધિકરણે(IRDA-ઇરડા) કાર અને દ્વિચક્રી વાહનો માટે થર્ડ પાર્ટી પ્રિમીયમમાં મોટા પ્રમાણમાં વધારાનું સુચન કર્યું છે. જે વાહનચાલકોએ ગત વર્ષે ત્રણ અને પાંચ વર્ષની પોલીસી લીધી છે, તેમાં કોઇ બદલાવ નહિં આવે.

કારનાં પ્રિમીયમમાં ફેરફાર લાવવા માટે આ છે પ્રસ્તાવ

ઇરડાનાં પ્રસ્તાવ પ્રમાણે 1,000 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી કારનું થર્ડ પાર્ટી ઇનશ્યોરન્સ પ્રિમીયમ 2,120 રૂપીયા કરવું જોઇએ. પહેલા આ પ્રિમીયમની રકમ 1,850 રૂપિયા હતી. આ પ્રકારે 1,000 સીસી વચ્ચે આવતી કારનાં વીમા પ્રિમીમમાં પણ બદલાવ લાવવાનો પ્રસ્તાવ છે. ઇરડા મુતાબિક આ રકમ 2,863 રૂપિયાથી વધારીને 3,300 રૂપીયા કરી દેવી જોઇએ. તેમજ 1500 સીસીથી વધારે ક્ષમતા ધરાવતી કારને થર્ડ પાર્ટી ઇનશ્યોરન્સમાં કોઇ પણ ફેરફાર કરાશે નહિં.

દ્વિચક્રી વાહનોનાં પ્રિમીયમમાં પણ લવાયો છે આ પ્રસ્તાવ

આઇઆરડીએની દરખાસ્ત મુજબ, 75 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી ટુ વ્હીલર્સના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમને રૂ. 582 કરવવો જોઇએ, અગાઉ તે 427 રૂપિયા હતું. એ જ રીતે, 75 સીસી અને 150 સીસી વચ્ચેના ટુ વ્હીલર્સના પ્રીમિયમને બદલવાની દરખાસ્ત છે. આઈઆરડીએના જણાંવ્યા અનુસાર, તેને રૂ. 720 થી વધારીને રૂ. 752 કરવામાં આવશે. 150 સીસી અને 350 સીસીની ક્ષમતા ધરાવતા ટુ વ્હીલર્સ માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમનો દર 985 રૂપિયાથી વધારીને 1193 રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે, 350 સીસી વાળા ટુ-વ્હીલર્સનાં થર્ડ પાર્ટી વીમામાં કોઈ ફેરફાર લાવવાની દરખાસ્ત નથી. જે 2323 રૂપિયા છે.

મહત્વનું છે કે 1500 સીસીનાં એન્જીનથી વધુ ક્ષમતા વાળી લક્ઝરી કારનાં પ્રિમીયમમાં કોઇ પણ બદલાવની દરખાસ્ત મુકવામા આવી નથી.વર્તમાન સમયમાં આ 7,890 રૂપિયા છે. જ્યાં સુધી નવા દર લાગુ કરવામાં આવતા નથી.ત્યાં સુધી પ્રિમીયમનાં જુના દર ચાલું જ રહેશે. આ નવા દરો પર 29-મે સુધી સંબંધિત પક્ષો પાસેથી સલાહ-સૂચન મંગાવ્યા છે.

READ ALSO

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!