GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ખુશખબર : IRDAએ કર્યો કોરોના કવર પોલિસી લોન્ચ કરવાનો નિર્દેશ, જાણો સ્કીમથી કેટલો મળશે ફાયદો

ઈન્શ્યોરન્સ નિયામક ઈરડાએ કોરોના દર્દીને કવર કરવા માટે વિમાકંપનીઓને આદેશ કર્યો છે. ઈરડાએ ઈન્શ્યોરન્સ કંપનિઓને સ્ટેડર્ડ બેનિફિટ બેસ્ડ હેલ્થ પોલિસી કોરોના રક્ષક કવચ અને કોરોના કવચ પોલિસી લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે. વિમા કંપનીઓને ઈન્શ્યોરન્સ પોલીસી 10 જૂલાઈથી પહેલા લોન્ચ કરવા માટે આદેશ આપ્યાં છે.

હશે સિંગલ પેમેન્ટ સિસ્ટમ

ઈરડાએ કહ્યું છે કે, વિમા પોલીસી સાડા ત્રણ મહિના, સાડા છ મહિના અને સાડા નવ મહિલાની રાખી શકાય છે. સ્ટેન્ડર્ડ કોવિડ વિમા પોલિસી 50 હજાર રૂપિયા મલ્ટીપલમાં 50 હજારથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ કોરોના કવચ બિમા નામથી લોંચ હોવી જોઈએ. તેમના માટે સિંગલ પ્રિમિયમ પેમેન્ટ સિસ્ટમ હશે.

શુ ફાયદો મળશે ?

કોરોના રક્ષક પોલિસીની હેઠળ ગ્રાહકોને કોરોના પોઝિટિવની સ્થિતિમાં ઈંશ્યોર્ડ રકમનું 100 ટકા બેનિફિટ મળશે. જો કે તેના માટે હોસ્પિટલમાં 72 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ રહવું પડશે. જ્યારે ઈન્ડમેનિટી હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન હેઠળ હોસ્પિટલમાં દાખલ થયા બાદ મેડિકલ ખર્ચ કવર થશે. ડિફાઈંડ બેનિફિટ પ્લાન હેઠળ હોસ્પિટલમાં દાખલ થવા પર વાસ્તવિક ખર્ચ કેટલો પણ કેમ ન હોય પોલિસી લેનારને એકી સાથે રકમ મળશે.

દરેક જગ્યાએ હશે એક જેવું પ્રિમિયમ

ઈરડાએ કહ્યું કે, આ પોલિસીનું પ્રિમિયમ દરેક જગ્યા ઉપર એક સમાન હોવું જોઈએ. ક્ષેત્ર કે ભૌગોલિક સ્થિતિના હિસાબથી આ તમામના અલગ અલગ પ્રિમિયમ ન હોવું જોઈએ. ઈરડાએ કહ્યું છે કે, ઈન્શ્યોરન્સ પ્રોડક્ટમાં કોવિડની સારવારની સાથે અન્ય જુની કે નવી બિમારીનો ખર્ચ કવર થવું જોઈએ.

હોમ ટ્રીટમેંટ પણ થશે કવર

તેના હેઠળ હોસ્પિટલમાં દાખલ થવા પર, ઘરમાંજ સારવાર લેવા માટે, આયુષ પદ્ધતિથી સારવાર માટે અને હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને ત્યારબાદના ખર્ચાને કવર કરી લેવાશે. ઈરડાએ કહ્યું છે કે, જનરલ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનિઓ તે સુનિશ્ચિત કરે કે આ જ રીતની ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ 10 જુલાઈ 2020થી પહેલા બજારમાં આવી જાય.

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!