GSTV
Home » News » માત્ર 49 પૈસામાં IRCTC આપે છે 10 લાખ રૂપિયા, અહીં જાણો કઈ રીતે

માત્ર 49 પૈસામાં IRCTC આપે છે 10 લાખ રૂપિયા, અહીં જાણો કઈ રીતે

IRCTC

ઓનલાઈન ટિકિટ બુક તો અનેકવાર તમે પણ કરી હશે પરંતુ શું તમે જાણો છો કે આઈઆરસીટીસીની વેબસાઈટમાંથી ટિકિટ બુક કરાવવાની સાથે તમને વીમાનો લાભ પણ મળી શકે છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનારને માત્ર 49 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળી શકે છે. 

વીમાની સેવા આમ તો ફ્રી છે પરંતુ તેના માટે ન્યૂનતમ શૂલ્ક તરીકે 49 પૈસા લેવામાં આવે છે. જો તમે આઈઆરસીટીસીની વેબસાઈટના માધ્યમથી ટિકિટ બુક કરાવવાની સાથે વીમો લેવાનો લાભ પણ લેવા ઈચ્છતા હોય તો 49 પૈસા જ ચુકવવા પડશે. ટિકિટ બુક કરાવતી વખતે જ તમને વીમો લેવાનો વિકલ્પ પણ મળી જશે.

આ વિકલ્પ પસંદ કરશો એટલે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે અને આ વીમા પોલિસીનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમારી ટિકિટ આરએસી અથવા તો કંફર્મ થશે. મહત્વપૂર્ણ છે કે વીમાની રાશિ દુર્ઘટનામાં થયેલા નુકસાન પર આધાર રાખે છે. 

જો તમે કોઈ મૃતકના શબને લઈ યાત્રા કરી રહ્યા હોય અને તે દરમિયાન દુર્ઘટના થાય તો તમને 10,000નો વીમો મળશે. જો કોઈ દુર્ઘટનામાં વ્યક્તિને કાયમી શારીરિક ખોડખાપણ થાય તો 10 લાખ રૂપિયાનો ક્લેમ મળશે. આ ઉપરાંત આંશિક વિકલાંગતા માટે 7 લાખ અને હોસ્પિટલમાં દાખલ થવા પર 2 લાખ રૂપિયાનો વીમો મળશે. આ અંગેની વધુ વિગતો આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી જ મળશે.

Read Also

Related posts

લોકશાહીનું મહાપર્વ : ગુજરાતમાં 9 વાગ્યા સુધી સરેરાશ 13 ટકા મતદાન

Mayur

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari

સાંસદનું રિપોર્ટ કાર્ડ: 2014માં જાયન્ટ કિલર સાબિત થયેલા દેવુસિંહ ખેડાની જનતા માટે કેટલા જાગૃત

Riyaz Parmar