GSTV

દેશના આ રાજ્યમાં 4 મુસાફર સ્પેશલ ટ્રેન ચલાવશે IRCTC, વર્ષના આ મહિનામાં મળશે સુવિધાનો લાભ

Last Updated on February 6, 2021 by Ankita Trada

ભારતીય રેલવેની સહાયક કંપની ‘ઈંડિયાન કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન’ (IRCTC)ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતના રાજકોટથી ચાર તીર્થયાત્રી વિશેષ ટ્રેન ચલાવશે. IRCTC પશ્વિમી ઝોનના સમૂહ માહપ્રબંધક રાહુલ હિમાલયને કહ્યું કે, તીર્થો માટે ચાલનારી બધી ટ્રેન રાજકોટથી ચાલવાનું શરૂ થશે અને ત્યાં જ તેમનો અંતિમ પડાવ હશે. ફેબ્રુઆરીથી બે યાત્રાળુઓની વિશેષ ટ્રેનો શરૂ થશે. જે નાસિક, ઔરંગાબાદ, પરલી, કુર્નૂલ, રામેશ્વરમ, મદુરાઇ અને કન્યાકુમારીને આવરી લેવાની છે. જ્યારે દક્ષિણ દર્શન તીર્થ વિશેષ ટ્રેન 14 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે.

હિમાંલયને કહ્યું, 27 ફેબ્રુઆરીથી 8 માર્ચની વચ્ચે ચાલનારી નામિ ગંગે તીર્થયાત્રા સ્પેશલ ટ્રેન વારાણસી, ગયા, કોલકાતા, ગંગા સાગર અને પૂરીને કવર કરશે.

ભારત દર્શન ટ્રેન માર્ચથી શરૂ થશે

માર્ચથી ભારત ટ્રેન પણ શરૂ થશે જે મથુરા, હરિદ્વાર, રિષિકેશ, અમૃતસર અને વૈષ્ણોદેવી, કુંભ હરિદ્વારને કવર કરશે. ભારત દર્શન ટ્રેન 6 માર્ચથી 14 માર્ચ સુધી ચાલશે. તેમણે કહ્યું કે, જ્યારે દક્ષિણ ભારત યાત્રા ભારત દર્શન ટ્રેન 20 માર્ચથી 31 માર્ચ સુધી રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેંદ્રમ, ગુરુવયુર, તિરુપતિ અને મૈસૂરને કવર કરશે.

તેજસ એક્સપ્રેસ ટ્રેનને ફરીથી શરૂ કરશે

તે સિવાય IRCTC 14 ફેબ્રુઆરીથી અમદાવાદ-મુંબઈ રૂટ પર પોતાની કોર્પોરેટ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ફરીથી શરૂ કરશે. IRCTC ના પર્યટન મામલાના સંયુક્ત મહાપ્રબંધક, વાયુનંદન શુક્લાએ કહ્યું, કોરોના મહામારીના પ્રકોપને કારણે તેજસ ટ્રેન સંચાલન છેલ્લા વર્ષે માર્ચમાં રોકી દેવામાં આવ્યું હતું.

ફરીથી શરૂ થઈ શકે છે તેજસ ટ્રેન

છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં લોકડાઉનમાં ઢીલની સાથે IRCTC એ ફરી એક વખત આ સેવાઓને ફરીથી શરૂ કર્યું, પરંતુ ઓછા મુસાફરોના કારણે પરિચાલન બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે ફરી એક વખતથી અમે તેના પરિચાલનને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચાલશે. શુક્લાએ કહ્યું કે, આ વિશેષ ટ્રેનની ટિકટની કિંમતો યાત્રા, ભોજન, સ્થાનીય બસ પરિવહન, ધર્મશાળા, અકામડેશન, ટૂર ગાઈડ અને હાઉસકીપિંગ ખર્ચને કવર કરે છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!