GSTV
Home » News » અમદાવાદથી મુંબઈ દેશની સૌથી ફાસ્ટ ટ્રેન દોડશે, જાણો તેની તારીખ અને સમય

અમદાવાદથી મુંબઈ દેશની સૌથી ફાસ્ટ ટ્રેન દોડશે, જાણો તેની તારીખ અને સમય

રેલવેની પર્યટન અને કેટરિંગ શાખા ભારતીય રેલ્વે ટૂરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશ (IRCTC)એ દિલ્હી અને લખનઉ (Delhi Lucknow) વચ્ચે ખાનગી ટ્રેન ‘તેજસ’ (Tejas Express) નું સંચાલન શરૂ કરી દીધું છે. હવે અહેવાલ છે કે IRCTC આગામી વર્ષે 14 જાન્યુઆરીની આસપાસ મુંબઈ અને અમદાવાદ (Mumbai Ahmedabad Tejas Express) વચ્ચે તેજસ ટ્રેનનું સંચાલન શરૂ કરી શકે છે. 14મી જાન્યુઆરી એટલે કે મકર સક્રાંતિની આસપાસ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite Festival) શરૂ થાય છે, તેને ધ્યાનમાં રાખીને તેજસ ટ્રેન શરૂ કરવાની યોજના છે.

શન પ્રાઈવેટાઈઝેશન, વધુ 150 ખાનગી ટ્રેનો માટે અરજી મંગાવાઈ ભારતીય રેલવે હવે દેશમાં વધુ ખાનગી ટ્રેન ચલાવવાની દિશામાં આગળ વધી રહી છે. મિશન પ્રાઇવેટાઇઝેશન હેઠળ રેલ મંત્રાલયે ટૂંક સમયમાં 150 ટ્રેનો માટે અરજી મગાવી છે. સૂત્રો પ્રમાણે, રેલવે મંત્રાલય 150 ટ્રેનો માટે ડિસેમ્બર મહિનામાં બિડિંગ પ્રક્રિયા હેઠળ બોલી મગાવી શકે છે. રેલવે મંત્રાલયની 50 રૂટ પર પ્રાઇવેટ પ્લેયર ઓપરેટેડ ટ્રેન ચલાવવાની યોજના છે. તે માટે 50 ખાનગી પ્લેયર વાળા રૂટને નક્કી કરીને શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સૂત્રો અનુસાર, આગામી વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર દેશની બીજી ખાનગી પ્લેયર ટ્રેન ચલાવવામાં આવશે. મુંબઈ અમદાવાદ રૂટ ખાનગી પ્લેયર ઓપરેટેડ રૂટ હશે, જેના પર શરૂઆતમાં ટ્રેન આઈઆરસીટીસી ચલાવશે અને બાદમાં તેને ખાનગી પ્લેયરને સોંપશે. મહત્વનું છે કે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન લખનઉ-દિલ્હી તેજસ ટ્રેન (Lucknow-Delhi Tejas Train) છે, જેને હાલ આઈઆરસીટીસી ચલાવી રહ્યું છે.

મુંબઈથી અમદાવાદ સુધીનો પ્રવાસ યાદગાર રહેશે

આઈઆરસીટીસીના અધ્યક્ષ અને એમડી એમ.પી. મલ્લાના જણાવ્યા મુજબ આ દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પતંગ મહોત્સવ દરમિયાન દેશના અન્ય ભાગો ઉપરાંત વિશ્વના તમામ દેશો ઉપરાંત ઘણા બધા લોકો મુંબઇ અને મહારાષ્ટ્રથી અમદાવાદ જાય છે. આ તહેવાર દરમિયાન ટ્રેન શરૂ થવાની તૈયારી છે. મોલે વધુમાં ઉમેર્યું, “અમને આશા છે કે આધુનિક સુવિધાઓથી સજ્જ ખાનગી ટ્રેન દ્વારા મુંબઇથી અમદાવાદ સુધીનો પ્રવાસ લોકો માટે ખૂબ યાદગાર રહેશે.”

ટ્રેનનો સમય

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી આ ટ્રેન વડોદરા અને સુરત માત્ર બે સ્ટેશનો પર રોકાશે. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી આ ટ્રેન સવારે 6.10 વાગ્યે ઉપડશે અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. બદલામાં ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે દોડશે અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ સ્ટેશન પહોંચશે. રૂટ પર તે ફક્ત સુરત અને વડોદરામાં જ ઉભી રહેશે. મુસાફરોને આ ટ્રેનમાં વાઇ-ફાઇ, સીસીટીવી કેમેરા, કોફી મશીન, એલસીડી સ્ક્રીન જેવી સુવિધા મળશે.

Read Also

Related posts

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ભારતની દુકાન વેંચી રહ્યા છે સામાન, કારણ જાણી ખુશ થઈ જશો

Ankita Trada

GST કલેક્શનનું લક્ષ્ય વધ્યુ, હવે બે મહિનામાં એકત્ર કરવા પડશે 2.40 લાખ કરોડ રૂપિયા

Mansi Patel

Paytm FASTag ખરીદી મેળવો સરળ રિચાર્જ અને આ ઘણા બધા ફાયદાઓ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!