GSTV
Home » News » શેર બજારમાં ઉતરશે IRCTC, પ્રથમ વખત રેલ્વેની કંપની લઈને આવશે IPO

શેર બજારમાં ઉતરશે IRCTC, પ્રથમ વખત રેલ્વેની કંપની લઈને આવશે IPO

પહેલીવાર ભારતીય રેલ્વેની કોઈ કંપની શેર બજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ પગલાથી કંપની માર્કેટમાંથી આશરે 600 કરોડ રૂપિયા ઉભા કરવા વિચારી રહી છે. ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ આઇપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ રજૂ કર્યા છે.

ડ્રાફ્ટ મુજબ કંપની 10 કરોડની ફેસ વેલ્યુ સાથે બે કરોડ શેર ઇશ્યૂ કરશે. આ આઈપીઓ માટે કંપનીએ આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ એન્ડ સિક્યોરિટીઝ, એસબીઆઇ કેપિટલ માર્કેટ અને યસ કેપિટલને તેના મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે.

રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસના મુસદ્દા મુજબ, આઈઆરસીટીસી એક માત્ર એવી કંપની છે કે જે કેટરિંગ સેવા, ટિકિટ ઓનલાઇન બુકિંગ અને પેકેજડ ડ્રિન્કીંગ વોટર પુરવઠા માટે ભારતીય રેલ્વે દ્વારા અધિકૃત છે. આઈઆરસીટીસી તેના શેરની સૂચિ બીએસઈ અને એનએસઇ પર આપશે.

રેલ્વે હાલમાં આઈઆરસીટીસીમાં સંપૂર્ણ હિસ્સો ધરાવે છે. આઈપીઓની મદદથી રેલ્વે આ કંપનીમાંનો પોતાનો હિસ્સો ઘટાડશે. કેન્દ્ર સરકાર પણ તમામ પીએસયુ કંપનીઓમાં હિસ્સો ધીરે ધીરે ઘટાડી રહી છે. આ વર્ષે કેન્દ્ર સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 1,05,000 રૂપિયા કમાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. હાલમાં સરકારે આ રીતે 12,357.49 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

READ ALSO

Related posts

પતિને ઉંઘની ગોળીઓ આપીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની, અચાનક પતિને આવ્યો હોશ અને…

Bansari

સાપની પપ્પી લેવી આ શખ્સને ભારે પડી, સાપ મોઢા પાસે આવ્યો અને…

Bansari

TVની આ સંસ્કારી બહુનો બોલ્ડ અવતાર જોતા રહી જશો , ઇન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે એક્ટ્રેસનો કાતિલ અંદાજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!